AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ દેશની સુરક્ષા સર્વોપરી, હવે ટેકનોલોજી અને દ્રઢ આયોજનથી સરહદો બનશે અભેદ્ય જુઓ Video

ગૃહમંત્રી અમિત શાહે BSFના યોગદાનને બિરદાવતા કહ્યું કે ભારતની સરહદોને સ્માર્ટ ટેકનોલોજીથી અભેદ્ય બનાવાશે. તેમણે ઘૂસણખોરી રોકવા જિલ્લા કલેક્ટરથી પોલીસ સ્ટેશન સુધી સંવાદ વધારવા પર ભાર મૂક્યો. BSFના અધિકારક્ષેત્રના વિસ્તરણ અને નક્સલમુક્તિ અભિયાનની સફળતાને પણ શાહે નોંધ કરી.

Breaking News : ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ દેશની સુરક્ષા સર્વોપરી, હવે ટેકનોલોજી અને દ્રઢ આયોજનથી સરહદો બનશે અભેદ્ય જુઓ Video
amit shah hails bsf smart borders stronger surveillance and security
| Updated on: May 22, 2026 | 1:16 PM
Share

દિલ્હી ખાતેના એક કાર્યકમમાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના અદભુત યોગદાનને બિરદાવતા દેશની સુરક્ષામાં તેમની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે ભારતની સરહદોને વધુ આધુનિક અને સ્માર્ટ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી સરહદી સુરક્ષા વધુ અભેદ્ય બનશે અને BSFના જવાનોનું કાર્ય વધુ સરળ અને કાર્યક્ષમ બનશે. સુરક્ષા વ્યવસ્થામાં ટેકનોલોજીના વધતા ઉપયોગ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આનાથી આપણે કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને સફળતાપૂર્વક રોકી શકીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે BSF પદવીદાન સમારોહ 2026 માં BSF જવાનોનું સન્માન કર્યું.

કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને સફળતાપૂર્વક રોકી શકીશું

અમિત શાહે BSFને માત્ર સરહદો પૂરતું સીમિત ન રહેતા જિલ્લા કલેક્ટરથી માંડીને પટવારી સુધી અને એસપીથી માંડીને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુધીના સ્થાનિક અધિકારીઓ સાથે સક્રિય સંવાદ સ્થાપિત કરવા અપીલ કરી હતી. તેમનો આગ્રહ હતો કે આ સંવાદ દ્વારા મળતી તમામ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ઘૂસણખોરોને ઓળખી કાઢવા અને તેમને બહાર કાઢવા માટે એક સુચારુ અને વ્યવસ્થિત કાર્યપ્રણાલી વિકસાવવામાં આવે. તેમણે કહ્યું કે વર્ષોથી ચાલતો ઘૂસણખોરી બંધ થવી જોઈએ.

નક્સલવાદ મુક્ત ભારત

ગૃહમંત્રીએ નક્સલવાદ મુક્ત ભારતની સિદ્ધિનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ઘણા નિવૃત્ત પોલીસ અધિકારીઓએ તેમને અને વડાપ્રધાનને નક્સલ મુક્તિ અભિયાન હાથ ન ધરવાની સલાહ આપી હતી, કારણ કે તે અશક્ય લાગતું હતું. તેમ છતાં, ભારત સરકાર અડગ રહી અને CRPF, BSF, ITBP તેમજ રાજ્ય પોલીસના સંયુક્ત અને દ્રઢ પ્રયાસોથી પાંચ દાયકા જૂની નક્સલવાદી સમસ્યા આજે સમાપ્ત થઈ છે અને ભારત નક્સલ મુક્ત બન્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમસ્યાને માત્ર નિયંત્રણમાં રાખવી એ સુરક્ષાનો દ્રષ્ટિકોણ નથી, પરંતુ સમસ્યાને મૂળમાંથી જ સમાપ્ત કરવી એ જ સાચી સુરક્ષાનો દ્રષ્ટિકોણ છે. આ જ દ્રઢતા અને અભિગમ સાથે BSFએ હવે ઘૂસણખોરી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ.

BSFના અધિકારક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો

વિકાસના કાર્યક્રમો અંગે વાત કરતા, અમિત શાહે વાઇબ્રન્ટ વિલેજ વન અને વાઇબ્રન્ટ વિલેજ ટુ જેવા લોકતાંત્રિક રીતે ચલાવવામાં આવતા વિકાસ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો. BSFના અધિકારક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ BSFનું અધિકારક્ષેત્ર સરહદથી 15 કિલોમીટર સુધીનું હતું, જેને હવે વધારીને 50 કિલોમીટર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે પણ BSFને જરૂરી ભૂમિ આપવાનો નિર્ણય કર્યો છે, અને કેટલીક જમીનનો હસ્તાંતરણ પણ થઈ ચૂક્યો છે. આ તમામ પગલાં દેશની સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની થશે એન્ટ્રી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે દિવસ વરસાદની આગાહી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">