AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની થશે એન્ટ્રી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે દિવસ વરસાદની આગાહી, જુઓ Video

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે 22 અને 23 મેના રોજ પ્રી-મોન્સૂન વરસાદની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

Breaking News :  ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની થશે એન્ટ્રી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે દિવસ વરસાદની આગાહી, જુઓ Video
gujarat weather pre monsoon activities begin due to western disturbance amid extreme heat
| Updated on: May 22, 2026 | 9:35 AM
Share

ગુજરાતમાં ચોમાસા પહેલાની પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ એટલે કે 22 અને 23 મેના રોજ વરસાદની આગાહી કરી છે. આ વરસાદ પશ્ચિમી વિક્ષેપના કારણે થવાની સંભાવના છે, જેના પરિણામે ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં જોવા મળી શકે છે.

આજ રોજ, 22 મેના દિવસે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે નવસારી, વલસાડ, ડાંગ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

કયા વિસ્તારોમાં ક્યારે વરસાદ પડી શકે છે

22 મે આજે ક્યાં વરસાદ પડી શકે?

  • સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે
  • દક્ષિણ ગુજરાત: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે
  • કેન્દ્રશાસિત પ્રદેશો: દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે

23 મે (આવતીકાલે) ક્યાં વરસાદની શક્યતા?

23 મેના રોજ પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી અને ગીર સોમનાથ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ વરસાદ પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, વલસાડ, ડાંગ, તાપી અને નવસારી જિલ્લાઓમાં 23 મેના દિવસે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ, સતત બે દિવસ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ જોવા મળશે.

  • સૌરાષ્ટ્ર: અમરેલી અને ગીર સોમનાથ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ વરસાદ થઈ શકે છે.
  • દક્ષિણ ગુજરાત: વલસાડ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ રહેશે.

24 મે પછી હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની આ સ્થિતિ માત્ર 22 અને 23 મે પૂરતી જ છે. 24 મેથી 27 મે સુધી સમગ્ર રાજ્યમાં હવામાન ફરી પાછું કોરું અને સૂકું થઈ જશે. કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોને પોતાના માલ-સામાન અને પાકની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા વિનંતી છે.

ગુજરાત બન્યું અગનભઠ્ઠી, આકાશમાંથી વરસી અગનજ્વાળા, 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ! હજુ વધશે પારો આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">