AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે જો આંતકી દેશ પાકિસ્તાન ઉંચા-નીચું થયું તો જડબાતોડ જવાબ મળશે, રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈરાન યુદ્ધ વચ્ચે પાડોશી દેશને કડક ચેતવણી આપી છે. ભારતની સુરક્ષા અને નૌસેનાની સતર્કતા પર ભાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું દેશમાં તેલની કોઈ ઉણપ નથી.

Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે જો આંતકી દેશ પાકિસ્તાન ઉંચા-નીચું થયું તો જડબાતોડ જવાબ મળશે, રાજનાથ સિંહ
| Updated on: Apr 02, 2026 | 4:57 PM
Share
રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુરુવારના રોજ કેરળના પ્રવાસ પર પહોંચ્યા હતા. કેરળ વિધાનસભા ચૂંટણીને લઈ એક સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઈરાનમાં જંગ ચાલી રહ્યો છે. ત્યારે જો ભારતનો પાડોશી દેશ ઉંચા નીચો થઈ શકે છે પરંતુ રક્ષા મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આંતકી દેશ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી કે, ભારતની પ્રિતક્રિયા જડબાતોડ અને નિર્ણાયક હશે. તેમણે કહ્યું ઓપરેશન સિંદુર હજુ ચાલું છે.
રક્ષા મંત્રીએ જણાવ્યું કે, ભારતીય નૌ સેનાએ અમારા તેલ ટેન્કરોને હોર્મુઝ સ્ટેટથી સુરક્ષિત નિકાળી રહ્યું છે. તેમણે કહ્યું કે સેના સંપુર્ણ રીતે સતર્ક છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત મિડિલ ઈર્સ્ટની હાલત પર નજર રાખી રહ્યું છે. ત્યાં જે પણ પરિસ્થિતિ થાય તો ભારત  તેનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ભારતમાં ઇંધણ અને ગેસની કોઈ અછત નથી, રાજનાથ સિંહ

રાજનાથ સિંહે લોકોને ખાતરી આપી કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે ભારત કોઈપણ ઉર્જા સંકટનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે સરકારને નિશાન બનાવવા બદલ વિપક્ષ પર પણ પ્રહારો કર્યા.

મોદીની રાજદ્વારીની પ્રશંસા થઈ

રાજનાથ સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ તેમના રાજદ્વારી કૌશલ્ય દ્વારા ભારતના હિતોનું રક્ષણ કરી રહ્યા છે. ઈરાને કેટલાક ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાને ભારતીય લોકો દ્વારા ઈરાનને આપવામાં આવી રહેલા સમર્થનની પણ પ્રશંસા કરી.

ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ વધ્યું

રાજનાથ સિંહે કહ્યું કે, આજે ભારત જે માત્ર હથિયારોને ઈમ્પોર્ટ કરવા માટે જાણીતું હતું. હવે એક્સપોર્ટના મામેલ પણ આગળ વધી રહ્યું છે. વર્ષ 2014માં ભારતના Defence Exports અંદાજે 600 કરોડ રુપિયા હતા. તે આજે વધીને 38,500 કરોડ સુધી પહોંચ્યા છે. ગત્ત વર્ષની તુલનામાં 2025-26 માં ભારતના Defenceએક્સપર્ટમાં 62.66 ટકા રેકોર્ડન ઉછાળો આવ્યો હતો.કેરલની મોટી સંખ્યામાં લોકો ખાડી દેશોમાં કામ કરે છે.  ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકારને કોઈ કસર છોડશે નહીં.

માતા ગુજરાતી દેવીને ત્યાં થયો છે જન્મ, દિકરો રાજકારણમાં, દિકરાની વહુએ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો છે ગોલ્ડ મેડલ અહી ક્લિક કરો

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">