Breaking News : પેપર લીકના દોષિતોને કડક સજા મળશે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવા દઈશું નહીં : PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ એનડીએ સંસદીય દળની બેઠકમાં નીટ પેપર લીકને લઈ મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થવા દેશું નહી. પેપર લીકના દોષિતોને કડક સજા મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ એનડીએ સંસદીય દળની બેઠકમાં નીટ પેપર લીકને લઈ મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થવા દેશું નહી. પેપર લીકના દોષિતોને કડક સજા મળશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આપી હતી.
કિરેન રિજિજુએ કહ્યું કે, બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. નીટ પેપર લીક પર પીએમ મોદી ગુસ્સે છે. સજા અને ફુલપ્રુફની વાત કરવામાં આવી છે. રી-એક્ઝામ કરાવવામાં આવી હતી. તેમજ પરિણામમાં પણ કોઈ વિલંબ થયો ન હતો. આગળ પેપર લીક ના થાય તે માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે.
NEET મામલે કોઈ પક્ષપાતી રાજકારણ ન હોવું જોઈએ
આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. આ માત્ર એક રાજ્ય નહી પરંતુ આખા દેશનો મામલો છે. આ મામલે રાજનીતિ થવી જોઈએ નહી. આ સિવાય ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટની ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ કહ્યું ખેડુતોના હિતને ધ્યાનમાં રાખવામાં આવશે. કોઈ નુકસાન થવા દેશું નહી. કિરણ રિજિજુએ કહ્યું પીએમ મોદીએ માર્ગદર્શન આપ્યું છે. દેશે જે સફળતા મેળવી છે. તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
ટુંકમાં સરકાર તરફથી સંદેશ સ્પષ્ટ છે કે, પેપર લીક સાથે જોડાયેલા આરોપીને કડક સજા થશે. ભષ્ટ્રાચારને સહન કરવામાં આવશે નહી. તમને જણાવી દઈએ કે, મંગળવારના રોજ આજે પણ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન શરુ છે. સોમવારના રોજ ચોમાસું સત્ર દરમિયાન કોકરોચ જનતા પાર્ટી સંસદ માર્ચ કરી રહ્યા હતા. આ દરમિયાન તેના પર દિલ્લી પોલીસે કાર્યવાહી કરી હતી. ફરી પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર પહોંચી ગયા છે.
જેપી નડ્ડા સાથે મુલાકાત કરી
હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, કોકરોચ જનતા પાર્ટીના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, સીજેપીએ સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી મુક્ત કરવા અને આત્મહત્યા કરનારા NEET વિદ્યાર્થીઓને 1 કરોડ રૂપિયાનું વળતર. આ માંગણીઓ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, સીજેપીએ કહ્યું કે ,નડ્ડાએ તેમને ખાતરી આપી હતી કે, તેઓ તેમના ટોચના નેતૃત્વ સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે.
