Road Accident in Shimla: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર એક ઈનોવા કારે લગભગ 10 લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સોલનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ધરમપુર નજીક સુક્કી જોહરી ગામમાં આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.
હિમાચલ પોલીસે અકસ્માત સ્થળે પહોંચીને ઈનોવા કારનો કબજો લઈ લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે આ લોકો કામ પર જવા માટે પગપાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક ઈનોવા કાર તેજ ગતિએ આવી અને આ લોકોને કચડીને આગળ નીકળી ગઈ. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
સ્થાનિક મીડિયા અનુસાર, ઇનવો કાર એક ટેક્સી હતી, જે સોલનથી પરવાનુ તરફ જઈ રહી હતી. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યારે થોડે દૂર ઈન્વો કાર રોકાઈ હતી. હાલ એ સ્પષ્ટ નથી થયું કે ઈનોવા કારનો ડ્રાઈવર નશામાં હતો કે પછી કારની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર જે અકસ્માતની તસવીરો સામે આવી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હતો. ઈનોવા કારના આગળના ભાગને નુકસાન થયું છે.
Published On - 12:00 pm, Tue, 7 March 23