Breaking News: અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે EDના અધિકારીઓ, AAPની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી

EDની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધા બાદ ED કેજરીવાલના ઘરે પહોંચી ગઈ હોવાના મોટા સમાચાર છે.

Breaking News: અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે EDના અધિકારીઓ, AAPની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી
Follow Us:
| Updated on: Mar 21, 2024 | 8:06 PM

EDની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી અને સીએ પૂમનીછપરછ શરૂ કરી દીધી છે.આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટીમ સર્ચ વોરંટ લઈને પહોંચી છે. તે બંગલામાં સર્ચ ઓપરેશન પણ કરી શકે છે. મંત્રી સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે આ સીએમની ધરપકડની તૈયારી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટ પાસે તાત્કાલિક રાહતની માંગ કરી હતી. કોર્ટે હાલમાં દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સિવાય EDને બે અઠવાડિયામાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. બીજી તરફ ઈડીની ટીમ સીએમ આવાસ પર પહોંચતા જ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. માનવામાં આવી રહ્યું છે કે લીગલ ટીમ હાઈકોર્ટના આદેશ સામે પિટિશન દાખલ કરી શકે છે.

  • દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું છે.
  • આમ આદમી પાર્ટીની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટને ઈમેલ કર્યો છે, આ ઈમેલમાં સુપ્રીમ કોર્ટ પાસે કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે.

આતિશીએ કહ્યું કે સીએમને જેલ મોકલવાનું કાવતરું હતું

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે EDની ટીમનું સીએમ આવાસ પર આવવું એક સુનિયોજિત કાવતરું છે, સરકાર ચૂંટણી પહેલા દિલ્હીના સીએમની ધરપકડ કરવા માંગે છે. તેમણે કહ્યું કે હાલમાં અમે મુખ્યમંત્રી સાથે વાત કરી નથી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સૌરભ ભારદ્વાજ ગેટ પર રોક્યો હતો

EDની ટીમ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા બાદ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ પણ સીએમ આવાસ પર પહોંચ્યા હતા, જોકે અધિકારીઓએ તેમને ઘરની અંદર જવા દીધા ન હતા. સૌરભ ભારદ્વાજને સીએમ આવાસની બહાર રોકી દેવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમને ઘરની અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. આ સીએમની ધરપકડ કરવાની તૈયારી છે.

દિલ્હીના સીએમ આવાસ તરફ જતા રસ્તાઓ બંધ

EDની ટીમે સીએમ કેજરીવાલની પૂછપરછ શરૂ કરી છે. પોલીસની ટીમે સીએમ આવાસ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. સીએમ બંગલાની બહાર પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

8 થી 10 અધિકારીઓની ટીમ

હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપવાનો ઈન્કાર કર્યા બાદ EDની ટીમ મોડી સાંજે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. ટીમમાં 8 થી 10 ED ઓફિસર છે, માનવામાં આવે છે કે ટીમ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરશે. ટીમના આગમનથી જ કેજરીવાલના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હીના સીએમ આવાસની બહાર ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">