Breaking News: GST કાઉન્સિલનો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મોટો નિર્ણય, હવે લાગશે 5% ફિક્સ GST, આ લાભ હવે નહીં મળે
જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં ઈ-કોમર્સ ડિલિવરી સર્વિસ ચાર્જ પર 5% જીએસટી ફિક્સ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ સુવિધા સાથે કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ નહીં મળે. જાણો નિયમોમાં થયેલા તમામ ફેરફારો.

ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કરવામાં આવતી ડિલિવરી પર લાગતો સર્વિસ ચાર્જ પણ જીએસટી કાઉન્સિલે નક્કી કરી દીધો છે. કાઉન્સિલની 57મી બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ કંપનીઓની ડિલિવરી ભલે ગમે તે માધ્યમથી કરવામાં આવે, તેના પર માત્ર 5 ટકા જીએસટી જ વસૂલવામાં આવશે. આ નિર્ણયથી ગ્રાહકોને પણ રાહત મળવાની આશા છે.
GST પરિષદે 8 ઑક્ટોબરના રોજ મળેલી પોતાની 57મી બેઠકમાં ઈ-કોમર્સ કંપનીઓને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. GST પરિષદે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પણ મોડથી ડિલિવરી કરવામાં આવે, તેના પર માત્ર 5 ટકા જીએસટી લાગશે. ડિલિવરી સર્વિસ પર ટેક્સ વસૂલવા બાબતે કંપનીઓ વચ્ચે ઘણું કન્ફ્યુઝન પ્રવર્તતું હતું.
અગાઉ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સીઓ (GTA) મારફતે થતી ડિલિવરી પર જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. હવે કાઉન્સિલે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ માધ્યમથી સામાન પહોંચાડવામાં આવે, તેના પર 5 ટકા જીએસટી જ લાગશે. જોકે, કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ આપવામાં આવશે નહીં જેમાં Ola, Uber, Swiggy, Zomato, Flipkart અને Amazon ઇત્યાદિ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મનું સમાવેશ થાય છે.
કાઉન્સિલે સ્પષ્ટતા કરી છે કે આ ટેક્સ માત્ર એવી ડિલિવરી સેવાઓ પર જ લાગુ થશે, જે કુરિયર અને પોસ્ટલ સેવાઓથી અલગ છે. આ સાથે જ આ ડિલિવરી સેવાઓ કેન્દ્રીય જીએસટી એક્ટની કલમ 9(5) હેઠળ આવે છે અને ઈ-કોમર્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ડિલિવરીમાં સેવા આપનાર વ્યક્તિ સેન્ટ્રલ જીએસટી (CGST) એક્ટની કલમ 22(1) હેઠળ જીએસટી રજિસ્ટ્રેશન કરાવવા માટે બંધાયેલ રહેશે નહીં. આનો અર્થ એ છે કે ડિલિવરી આપનાર વ્યક્તિ આ સેવા હેઠળ જીએસટી ભરવા માટે જવાબદાર રહેશે નહીં.
આઈટીસીનો લાભ નહીં મળે
GST કાઉન્સિલે જણાવ્યું છે કે ઈ-કોમર્સ ડિલિવરી પર ટેક્સનો દર નિર્ધારિત થયા પછી તેના પર મળતો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ફાયદો હવે બંધ કરવામાં આવશે. કાઉન્સિલે સીધા ઈ-કોમર્સ દ્વારા સપ્લાય કે ઓર્ડર કરાયેલા સામાનની ડિલિવરી સર્વિસ માટે ITC વગરના 5% જીએસટી દરનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ભલામણોમાં એવા કિસ્સાઓમાં વર્તમાન GST મુક્તિ રદ કરવાની પણ વાત કરાઈ છે, જ્યાં ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સીઓ અન-રજિસ્ટર્ડ લોકો સુધી સામાન પહોંચાડે છે અને તે સામાન ઈ-કોમર્સ દ્વારા ઓર્ડર કરાયેલો હોય. આવા કેસોમાં હવે ITC ક્લેમ કરવાની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે.
ટેક્સનો બોજ વધી શકે છે
કાઉન્સિલના આ પ્રસ્તાવથી ઈ-કોમર્સના સતત વિસ્તરતા ડિલિવરી ઈકોસિસ્ટમ પર જીએસટીના નિયમોમાં સ્પષ્ટતા આવશે. સાથોસાથ કેટલાક વ્યવહારો પર ટેક્સનો ખર્ચ પણ વધી શકે છે. હવે કોઈપણ માધ્યમ દ્વારા ઈ-કોમર્સ સામાનની ડિલિવરી કરવામાં આવે તો 5% જીએસટી લાગશે. અગાઉ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સીઓ મારફતે મોકલવામાં આવતા સામાન પર ટેક્સ છૂટ મળતી હતી. સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે પરિવહનના તમામ મોડ્સ મારફતે સામાન પહોંચાડવા પર હવે 5% જીએસટી લાગુ કરવામાં આવશે.
