દિલ્લીમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર સહિત આ રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન

ભાજપે હજુ સુધી મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પંજાબ, ઓડિશા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં એકપણ ઉમેદવાર ઘોષિત નથી કર્યા. મહારાષ્ટ્ર અને બિહારમાં સીટોની વહેંચણીને લઈને સહયોગી દળો સાથે મંથન જારી છે. મળતી જાણકારી અનુસાર ગુજરાતની બચેલી 11 બેઠકો પૈકી 7 બેઠકો પર સહમતી સધાઈ ગઈ છએ. જ્યારે મધ્યપ્રદેશની બચેલી 5 બેઠકો પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. જેમા 4 બેઠકો પર સહમતી બની ગઈ છે.

દિલ્લીમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર સહિત આ રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન
Follow Us:
| Updated on: Mar 11, 2024 | 10:52 PM

લોકસભા ચૂંટણીનો સમય નજીક છે. 13 માર્ચ પછી ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. એવામાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓ પોત-પોતાના ઉમેદવારોના નામ પર મંથન કરી રહી છે. ભાજપ તેના 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુકી છે. તો કોંગ્રેસે તરફથી પણ 39 ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે સોમવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ફરી એકવાર મળી રહી છે. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર ચાલી રહેલી આ બેઠકમાં પીએમ મોદી, જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના દિગ્ગજો સામેલ છે.

આ બેઠકમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, કેરળ, ગોવા અને પશ્ચિમ બંગાળની બાકી રહેલી સીટો પર ચર્ચા થવાની સંભાવના છે. દિલ્હીની 2, ગુજરાતની 11, ગોવાની 1, ઝારખંડની 2 (એક બેઠક આજસુને આપવામાં આવી છે), કેરળની 8 (જેમા કેટલીક બેઠકો સહયોગીઓને આપવામાં આવનાર છે), એમપીની 5, મણિપુરની 2, મેઘાલયની 2, મિઝોરમ-નાગાલેન્ડની 1-1, રાજસ્થાનની 10, સિક્કિમની 1, તેલંગાણાની 8, ઉત્તરાખંડની 2, ઉત્તરપ્રદેશની 28, પશ્ચિમ બંગાળની 22 બેઠકો પર હજુ ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે.

તો ભાજપે અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, પંજાબ, ઓડિશા, તમિલનાડુ જેવા રાજ્યોમાં એકપણ ઉમેદવાર ઘોષિત કર્યા નથી. મહારાષ્ટ્ર અને બિહારમાં સીટોની વહેંચણીને લઈને સહયોગી દળો સાથે વાતચીત ચાલી રહી છે. પંજાબમાં ભાજપ અને અકાલીદળ સાથે આવવાની ચર્ચા ચાલી રહી છે અને એ બાદ સીટોને લઈને કોઈ સ્થિતિ સ્પષ્ટ થશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આંધ્રમાં ભાજપનો વ્યાપ વધારવા અંગે મંથન

આંધ્રપ્રદેશમાં ટીડીપી જનસેના સાથે ગઠબંધન બાદ ભાજપ છ બેઠકો પર ઉમેદવારો જાહેર કરશે. તમિલનાડુમાં AIADMK સાથે ફરીથી ગઠબંધનની શક્યતા સમાપ્ત થયા બાદ ભાજપ હવે શશિકલાના ભત્રીજા AMMKના ધિનાકરન અને AIADMKમાંથી હાંકી કાઢવામાં આવેલા ઓ પનીરસેલ્વમ સાથે ચર્ચા કરી રહી છે. ભાજપની નજર પીએમકે અને ડીએમડીકે પર પણ છે. બીજી તરફ કર્ણાટકમાં ભાજપ ઘણા નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા જઈ રહી છે.

અનેક સાંસદોએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી

સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક વર્તમાન સાંસદોએ વિવિધ કારણોસર ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પૂર્વ સીએમ અને બેંગ્લોર નોર્થના સાંસદ સદાનંદ ગૌડા, હાવેરીથી સાંસદ શિવકુમાર ઉદાસી ચૂંટણી લડવા માંગતા નથી. આ સિવાય દાવણગેરેથી જીએમ સિદ્ધેશ્વર (72) અને બીજાપુરના સાંસદ રમેશ જિંગજિંગાની (72)ને બદલવામાં આવી શકે છે. ચિકબલ્લાપુરના સાંસદ બીએન બચ્ચે ગૌડા (82)ની ટિકિટ કપાઈ શકે છે. બેલગામથી મંગળા આંગડી, તુમકુરથી જીએસ બસવરાજ, ચામરાજનગરથી વી શ્રીનિવાસ પ્રસાદ અને બેલ્લારીના સાંસદ વાય દેવેન્દ્રપ્પા પર પણ તલવાર લટકી રહી છે. પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી પાર્ટીને મુશ્કેલીમાં મુકનાર ઉત્તર કન્નડના સાંસદ અનંત કુમાર હેગડેને પણ ફરી ટિકિટ મળવા અંગે શંકા છે.

યુપીમાં અનેક દિગ્ગજોની ટિકિટ પર સસ્પેન્સ

ઉત્તર પ્રદેશમાં પણ ઘણા દિગ્ગજોની ટિકિટને લઈને સસ્પેન્સ યથાવત છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, તેમના પુત્ર વરુણ ગાંધી, કેન્દ્રીય મંત્રી વીકે સિંહ, બ્રિજ ભૂષણ શરણ સિંહ સહિતના સામેલ છે. દિલ્હીમાં ગૌતમ ગંભીરે પહેલાથી ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. તેમની સીટ પૂર્વી દિલ્હીથી કોઈ નવો ચહેરો આવશે. તો દિલ્હી ઉત્તર પશ્ચિમથી હંસરાજ હંસની ટિકિટ કપાવાની પણ ચર્ચા છે.

નીતિન ગડકરીની સીટ પર આવી શકે છે નિર્ણય

મહારાષ્ટ્રમાં હજુ સુધી કોઈ સીટની વહેંચણી થઈ નથી, એવામાં જોવાનું એ રહે છે કે આજની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની નાગપુરથી ઉમેદવારી અંગે ચર્ચા થાય છે કે નહીં. જો કે, પ્રથમ યાદીમાં તેમનું નામ ન આવતા ઉદ્ધવ ઠાકરેએ તેને મુદ્દો બનાવ્યો છે અને તેમને તેમની પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ઉત્તરાખંડમાં પૌડી અને હરિદ્વાર સીટ પર નવા ચહેરાને મેદાનમાં ઉતારવાની ચર્ચા છે.

આ પણ વાંચો:CAA લાગુ થયા બાદ ભાજપને લોકસભા ચૂંટણીમાં કેટલો થશે ફાયદો ? વાંચો

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">