રાહુલ ગાંધીના આ નિવેદન પર ધમસાણ, ભાજપના ઘણા નેતાઓ અને મંત્રીઓએ કરી આકરી ટીકા
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ, 'રાહુલને મગજ નથી.... તેઓ કહે છે કે ભારત માત્ર એક દેશ નથી, તેઓ સાંસ્કૃતિક ભારત વિશે કશું જાણતા નથી.'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સંસદમાં પોતાના ભાષણને લઈને કેન્દ્રીય મંત્રીઓ સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના તમામ નેતાઓના નિશાના પર આવ્યા છે. રાહુલ ગાંધીના નિવેદનની ભારે ટીકા થઈ રહી છે. તમને જણાવવુ રહ્યુ કે, તે નિવેદનમાં તેમણે સરકારને (BJP Government) અમીર અને ગરીબ વચ્ચે વધતી અસમાનતા વિશે કડક શબ્દોમાં કહ્યુ હતુ. આ સિવાય તેઓ ‘ભારત એક રાષ્ટ્ર નથી’ના નિવેદન માટે સતત ટીકાનો સામનો કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ (Prahlad Joshi)પણ તેમના ચીનના નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી મૂંઝવણમાં મૂકાયેલા અને મગજ વગરના નેતા છે.પ્રહલાદ જોશીએ કહ્યુ, ‘રાહુલ ગાંધી કહે છે કે ભારત એક રાષ્ટ્ર નથી. જ્યારે તે ચીનના વખાણ કરે છે. તે (ગાંધી) તેમના વંશના કારણે કોંગ્રેસના નેતા અને સાંસદ બન્યા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના દિલ જીતી લીધા હતા. PM લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા લોકપ્રિય નેતા છે, તેઓ સાંસ્કૃતિક ભારત વિશે કશું જાણતા નથી.’
ખોટી નીતિઓને કારણે ભારત વિરોધીઓથી ઘેરાયેલુ
બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ‘ભારત આ સમયે કેન્દ્ર સરકારની ખોટી નીતિઓને કારણે ચારે બાજુથી વિરોધીઓથી ઘેરાયેલુ છે. ભારતનું વ્યૂહાત્મક ધ્યેય ચીન અને પાકિસ્તાનને અલગ રાખવાનું હોવું જોઈએ, પરંતુ તમે બંને દેશોને એકસાથે લાવ્યા છે. આ ભારત માટે ગંભીર ખતરો છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યુ, આજે ભારત સંપૂર્ણપણે ઘેરાયેલુ છે. આપણે શ્રીલંકા, નેપાળ, બર્મા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીનથી ઘેરાયેલા છીએ.
વિદેશ મંત્રીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ
રાહુલ ગાંધીના આ નિવેદન પર વિદેશ મંત્રી એસ. જયશંકરએ પણ તેમની ટીકા કરી હતી. જયશંકરે કહ્યુ, ‘રાહુલ ગાંધીએ લોકસભામાં આરોપ લગાવ્યો કે, સરકારના કારણે પાકિસ્તાન અને ચીન એક થઈ ગયા છે. વર્ષ 1963માં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે શાક્સગામ ખીણ ચીનને સોંપી હતી. ચીને 1970માં પીઓકે થઈને કારાકોરમ હાઈવે બનાવ્યો હતો. બંને દેશો વચ્ચે 1970ના દાયકાથી ગાઢ પરમાણુ સહયોગ પણ છે. ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર 2013માં ખોલવામાં આવ્યો હતો. તો, તમારી જાતને પૂછો, ત્યારે શું ચીન અને પાકિસ્તાન દૂર હતા ?
આ પણ વાંચો: Budget 2022: બજેટને લઈને ભાજપના સાંસદોને પાર્ટીએ આપ્યા આદેશ, જાણો સમગ્ર અહેવાલ