Budget Session 2022: રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું- રાષ્ટ્રપતિના સંબોધનમાં સત્યનો અભાવ, ગયા વર્ષે 3 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2022 | 7:32 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મને લાગે છે કે રાષ્ટ્રપતિનું સંબોધન અમલદારશાહીના વિચારોનો સંદર્ભ હતું. રાષ્ટ્રપતિના સંબોધનમાં ભારતના પડકારો બાબતે એક-બે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Budget Session 2022: રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું- રાષ્ટ્રપતિના સંબોધનમાં સત્યનો અભાવ, ગયા વર્ષે 3 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી
Rahul Gandhi in Lok Sabha (Photo - Lok Sabha TV)

Follow us on

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે લોકસભામાં (Lok Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા કહ્યું, “દુર્ભાગ્યે, રાષ્ટ્રપતિના ભાષણમાં એવી વસ્તુઓની લાંબી યાદી હતી જે સરકાર હંમેશા દાવો કરતી આવી છે.” તેમણે કહ્યું કે મને લાગે છે કે રાષ્ટ્રપતિનું સંબોધન અમલદારશાહીના વિચારોનો સંદર્ભ હતું. રાષ્ટ્રપતિના સંબોધનમાં ભારતના પડકારો વિશે એક-બે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના ભાષણમાં એવું નથી કહેવામાં આવ્યું કે ભારત આજે વિભાજિત છે. આજે એક નહીં પણ બે ભારત બન્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું, એવું લાગે છે કે હવે બે ભારત બન્યા છે, એક ખૂબ જ અમીર લોકો માટે, જેમની પાસે અપાર સંપત્તિ છે, અપાર શક્તિ છે. જેમને નોકરીની જરૂર નથી, જેમને પાણીના કનેક્શનની જરૂર નથી, વીજળી કનેક્શનની જરૂર નથી, પરંતુ તે લોકો દેશના હૃદયના ધબકારા નિયંત્રિત કરી રહ્યા છે.

2021માં 3 કરોડ યુવાનોની નોકરી જતી રહી

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે રોજગાર આપવાની વાત કરો છો, 2021માં 3 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી છે. આજે ભારત 50 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો સામનો કરી રહ્યું છે. તમે મેડ ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયાની વાત કરો છો, પરંતુ અહીં યુવાનોને માત્ર બેરોજગારી જ મળી છે. તેની પાસે જે હતું તે હવે તેનાથી દૂર થઈ ગયું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી પર એક પણ શબ્દ નહોતો. દેશભરના યુવાનો નોકરીની શોધમાં છે. તમારી સરકાર તેમને નોકરી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. યુપીએ સરકારે 10 વર્ષમાં 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. આ અમારો ડેટા નથી, આ વાસ્તવિક ડેટા છે. તમે 23 કરોડ લોકોને ફરી ગરીબીમાં ધકેલી દીધા.

આ પણ વાંચોઃ

Budget Session 2022 Updates: બજેટ સત્રમાં ખડગેનો ભાજપ પર કટાક્ષ, જઈએ તો જઈએ ક્યાં, સરકાર પણ તમારી સરદાર પણ તમારા છે…

આ પણ વાંચોઃ

Laureus Awards : સૌથી મોટા સ્પોર્ટસ એવોર્ડ માટે નીરજ ચોપરા થયો નોમિનેટ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati