બ્રેકિંગ ન્યુઝ: જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને તહેખાનામાં મળ્યો પૂજા કરવાનો અધિકાર

|

Jan 31, 2024 | 3:44 PM

જ્ઞાનવાપી કેસમાં બુધવારે મોટો નિર્ણય આવ્યો છે. હિંદુ પક્ષને તહેખાનામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદમાં એક તહેખાના છે, જેમાં સોમનાથ વ્યાસ દેવતાની મૂર્તિની પૂજા કરતા હતા. ડિસેમ્બર 1993માં, રાજ્યની મુલાયમ સિંહ યાદવ સરકારના મૌખિક આદેશ પર, તહેખાનામાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકતા તહેખાનાને સીલ કરવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યુઝ: જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને તહેખાનામાં મળ્યો પૂજા કરવાનો અધિકાર

Follow us on

જ્ઞાનવાપી કેસમાં બુધવારે મોટો નિર્ણય આવ્યો છે. જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના તહેખાનામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. વારાણસી કોર્ટે આ નિર્ણય આપ્યો છે. વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં મંગળવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી.

તહેખાનામાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી

જ્ઞાનવાપી મસ્જિદમાં એક તહેખાના છે, જેમાં સોમનાથ વ્યાસ દેવતાની મૂર્તિની પૂજા કરતા હતા. જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું છે કે વિશ્વનાથમંદિરના પૂજારીઓ દ્વારા પૂજા કરાવવામાં આવે અને બેરિકેડ્સને હટાવવાની વ્યવસ્થા કરવામાં આવે. અરજીમાં સોમનાથ વ્યાસ જીના પૌત્ર શૈલેન્દ્ર પાઠકે તહેખાનામાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી.

મુલાયમ સિંહ યાદવની સરકારે તહેખામાં પૂજા બંધ કરાવી

17 જાન્યુઆરીએ, જિલ્લા વહીવટીતંત્રે કોર્ટના આદેશથી વ્યાસ જીના તહેખાનામાં કબજો મેળવ્યો હતો. ASI સર્વે ઓપરેશન દરમિયાન તહેખાનામાં સફાઈ કરવામાં આવી હતી. ડિસેમ્બર 1993માં, રાજ્યની મુલાયમ સિંહ યાદવ સરકારના મૌખિક આદેશ પર, તહેખાનામાં પૂજા પર પ્રતિબંધ મૂકતા તહેખાનાને સીલ કરવામાં આવ્યું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જમીનની માલિકી પર અરજી કરવામાં આવી

બાદમાં તેને પણ બેરિકેડ કરવામાં આવી હતી. વ્યાસ જી એટલે કે સોમનાથ વ્યાસે તેમના બે સાથીદારો રામરંગ શર્મા અને હરિહર પાંડે સાથે મળીને જ્ઞાનવાપી સંકુલમાં વિસ્તાર નંબર 9130, 1931 અને 1932ની માલિકી અંગે અરજી કરી હતી. આ અરજીમાં અરજી નંબર 9130, 31,32ને આદિ વિશ્વેશ્વરની મિલકત જાહેર કરવામાં આવી હતી.

કોર્ટમાં મિલકત પરત કરવાની માંગ કરી હતી

તહેખાના 1993થી બંધ હતું અને તહેખાનાની ચાવી વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે કસ્ટોડિયન તરીકે રાખવામાં આવી હતી. વર્ષ 2016માં સોમનાથ વ્યાસના પૌત્ર શૈલેન્દ્ર પાઠકે વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની મિલકત પરત કરવાની માંગ કરી હતી.

કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું

વારાણસીની જિલ્લા અદાલતના ન્યાયાધીશે કહ્યું છે કે વ્યાસ જીના ભોંયરાના કસ્ટોડિયન હવે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ બની ગયા છે, તેથી વિશ્વનાથ મંદિરના પૂજારી તે તહેખાનાની સફાઈ કરાવશે. ત્યાં સ્થાપિત બેરિકેડિંગ દૂર કરવામાં આવશે અને ત્યારબાદ વારાણસી મંદિરના પૂજારીઓ નિયમીત તહેખાનામાં નિયમિતપણે પૂજા કરશે.

આ પણ વાંચો: રામ મંદિરની સુરક્ષા માટે ઇઝરાયલની એન્ટિ-ડ્રોન સિસ્ટમ એક્ટિવ થશે, ત્યારે દુશ્મનો પળવારમાં નાશ પામશે

Published On - 3:32 pm, Wed, 31 January 24

Next Article