Railway: નમો ભારત રેપિડ રેલમાં હવે બધું સંભવ! ટ્રેનમાં જન્મદિવસની ઉજવણી અને પ્રી-વેડિંગ શૂટ માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી
'નમો ભારત રેપિડ રેલ કોચ' પર તમારી પોતાની પાર્ટીનું આયોજન કરવાની તક આપી રહ્યું છે. ટૂંકમાં હવે તમે જન્મદિવસની પાર્ટી, પ્રી-વેડિંગ શૂટ અને નાના-મોટા સેલિબ્રેશન કે પ્રાઇવેટ ઈવેન્ટ માટે 'રેપિડ રેલ' બુક કરાવી શકો છો.

NCRTC તમને ‘નમો ભારત રેપિડ રેલ કોચ’માં તમારી પોતાની પાર્ટીનું આયોજન કરવાની તક આપી રહ્યું છે. સરળ રીતે સમજીએ તો, હવે તમે બર્થડે પાર્ટી, પ્રી-વેડિંગ શૂટ અને નાના-મોટા સેલિબ્રેશન કે પ્રાઇવેટ ઈવેન્ટ માટે ‘રેપિડ રેલ’ બુક કરાવી શકો છો.
ખાસિયત શું છે?
જો કે, નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશન (NMRC) પહેલાથી જ એક્વા લાઇન પર સમાન બુકિંગ ઓફર કરે છે. હવે આ રેપિડ રેલ પર ચોક્કસ સ્થળો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. NCRTC અનુસાર, મેરઠ નજીક દુહાઈમાં તેના ડેપોમાં સ્ટેટિક શૂટિંગ માટે એક મોક-અપ કોચ પણ ઉપલબ્ધ છે. સંપૂર્ણ વિગતો, નિયમો અને બુકિંગ પ્રોસેસ NCRTC વેબસાઇટ પર પ્રિમીસીસ હાયરિંગ પોલિસીમાં ઉપલબ્ધ છે.
પસંદગીના લોકેશન પર જ પાર્ટી થશે
અહેવાલ મુજબ, પ્રાઇવેટ પાર્ટી માટે રેપિડ રેલ ફક્ત પસંદગીના લોકેશન પર જ ઉપલબ્ધ છે. NCRTC અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વિકલ્પ સમગ્ર NCRમાં ઉપલબ્ધ છે. આમાં આનંદ વિહાર, ગાઝિયાબાદ અને મેરઠ દક્ષિણ જેવા મુખ્ય સ્થળોએ સ્થિત સ્ટેશનોનો સમાવેશ થશે.
બૂકિંગ કેવી રીતે કરવું?
બુકિંગ ચાર્જ ₹5,000 થી શરૂ થાય છે, જેનો અર્થ ₹5,000 પ્રતિ કલાક થાય છે. આ ઉપરાંત સેટઅપ અને પર્સનલાઇઝેશન માટે 30 મિનિટનો સમય મળે છે. NCRTC અનુસાર, ફોટોગ્રાફી ટીમ અથવા ઇવેન્ટ આયોજકો પ્રાઇવેટ ઇવેન્ટ્સ માટે રેપિડ રેલ બુક કરાવી શકે છે. આ માટે ફક્ત એક અરજી પ્રોસેસ હોય છે, જેના દ્વારા બુકિંગ કરી શકાય છે.
રેપિડ રેલ પર પ્રાઇવેટ ઇવેન્ટ્સનું આયોજન
હવે જો તમને લાગે છે કે, રેપિડ રેલ પર પ્રાઇવેટ ઇવેન્ટ્સનું આયોજન નિયમિત મુસાફરોને અસુવિધા પહોંચાડી શકે છે, તો તેનો પણ ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. NCRTC અનુસાર, આ પાર્ટીઓ અથવા કાર્યક્રમો નિયમિત મુસાફરોને ખલેલ પહોંચાડ્યા વિના યોજવામાં આવશે.
આ સર્વિસ સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “દરેક ઉજવણી NCRTC સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા કડક દેખરેખ હેઠળ કરવામાં આવે છે, જેથી સલામતી, મિલકતની સુરક્ષા અને ઓપરેશનલ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત થાય.”
