Bharat bandh Live Updates: સરકારની નીતિઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળ અને ભારત બંધના પ્રથમ દિવસને મળ્યો મિશ્ર પ્રતિસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 8:47 PM

ભારત બંધ અને બેંકોની હડતાળના કારણે આજે અને આવતીકાલે બેંક, રેલ્વે, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રો પર અસર થશે. જાહેર ક્ષેત્રની તમામ બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

Bharat bandh Live Updates: સરકારની નીતિઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળ અને ભારત બંધના પ્રથમ દિવસને મળ્યો મિશ્ર પ્રતિસાદ
Bharat bandh live updates

Bharat bandh Live Updates:  વિવિધ ટ્રેડ યુનિયનોએ 28 અને 29 માર્ચે દેશવ્યાપી હડતાળનું  (Nationwide Strike) આહ્વાન કર્યું છે. આજે અને આવતીકાલે ભારત બંધ (Bharat Bandh)રહેશે. રેલ્વે, રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી વિભાગના કર્મચારીઓએ પણ આ ભારત બંધને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. આ ભારત બંધ મોદી સરકારની નીતિઓના વિરોધમાં કરવામાં આવી રહ્યુ છે. ભારત બંધના કારણે મોટાભાગના ક્ષેત્ર પર માઠી અસર થઈ શકે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Mar 2022 08:07 PM (IST)

    હરિયાણામાં હડતાળના કારણે જાહેર પરિવહન સેવા પ્રભાવિત

    સોમવારથી શરૂ થયેલી બે દિવસીય દેશવ્યાપી હડતાળમાં હરિયાણા રોડવેઝના કર્મચારીઓ જોડાયા હોવાથી જાહેર પરિવહન સેવાઓને અસર થઈ હતી. કેન્દ્રની કથિત ખોટી નીતિઓના વિરોધમાં સંયુક્ત મંચ ઓફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા આ હડતાળનું એલાન કરવામાં આવ્યુ છે. સંગઠનોએ દાવો કર્યો છે કે ખેડૂતો, કર્મચારીઓ અને સામાન્ય લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. હરિયાણા રોડવેઝના અનેક ડેપો પર બસ સેવા સ્થગિત થવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડવેઝ કર્મચારીઓએ હડતાળના ભાગરૂપે અનેક ડેપો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • 28 Mar 2022 06:50 PM (IST)

    કર્ણાટકમાં ન દેખાઈ હડતાલની અસર

    કેન્દ્રની ખોટી નીતિઓના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળના એલાનને કારણે સોમવારે કર્ણાટકમાં સામાન્ય જીવન પ્રભાવિત થયું ન હતું. જો કે, બેંગલુરુ અને રાજ્યના કેટલાક અન્ય ભાગોમાં ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારો દ્વારા દેખાવો જોવા મળ્યા હતા.

  • 28 Mar 2022 04:50 PM (IST)

    તમિલનાડુમાં જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત

    કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત ફોરમ દ્વારા બોલાવવામાં આવેલી બે દિવસીય દેશવ્યાપી હડતાળના ભાગરૂપે સોમવારે તમિલનાડુમાં જાહેર પરિવહન સેવાઓને અસર થઈ હતી. સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ્સ (STUs) દ્વારા સંચાલિત મોટાભાગની બસો રસ્તાની બહાર રહી હતી, જેના કારણે સવારે ઓફિસ જનારા અને અન્ય લોકોને અસુવિધા થઈ હતી. આ દરમિયાન કેટલાક ઓટો-રિક્ષા ચાલકો વધુ પૈસા લેતા હોવાની ફરિયાદો પણ મળી હતી.

  • 28 Mar 2022 04:01 PM (IST)

    RINLના 8000 કર્મચારીઓ હડતાળમાં જોડાવાને કારણે ઉત્પાદન પ્રભાવિત થયું

    વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના ઉત્પાદનને ફટકો પડ્યો હતો કારણ કે, રાજ્યની માલિકીની રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL)ના લગભગ 8,000 કર્મચારીઓ સોમવારે ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા હતા. RINLના અધિકારીએ જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના લગભગ 11,000 કર્મચારીઓમાંથી લગભગ 75 ટકા કામદારો કામ માટે આવ્યા ન હતા, જેના કારણે 7.5 મિલિયન ટન ક્ષમતાના પ્લાન્ટના ઉત્પાદનને અસર થઈ હતી. આ કામદારોએ ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી બે દિવસીય હડતાળમાં ભાગ લીધો છે.

  • 28 Mar 2022 03:42 PM (IST)

    પુડુચેરીમાં ખાનગી બસ સેવાઓ પર હડતાળની કોઈ અસર નહીં

    કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળની પુડુચેરીમાં ખાનગી બસો પર કોઈ અસર થઈ ન હતી, જો કે, બેંકિંગ સેવાઓને આંશિક અસર થઈ હતી. શાળાઓ અને સરકારી કચેરીઓમાં નિયમિત કામગીરી થઈ. કર્મચારીઓ ન મળવાને કારણે કેટલીક બેંકોની શાખાઓમાં કામગીરીને અસર થઈ હતી. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પુડુચેરી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ખાનગી ઓપરેટરો નિયમિતપણે બસો ચલાવતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ ઔદ્યોગિક સંસ્થાઓ બંધ રહી હતી.

  • 28 Mar 2022 03:06 PM (IST)

    હરિયાણામાં હડતાળને કારણે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ થંભી ગયું

    હરિયાણામાં રોડવેઝ કામદારો સોમવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા, જેનાથી જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે કેન્દ્રની કથિત ખોટી નીતિઓ સામે હડતાળનું આહ્વાન કર્યું છે. હરિયાણા રોડવેઝના કેટલાય ડેપો પર બસ સેવા બંધ રહી, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યના અનેક ડેપો પર રોડવેઝ કર્મચારીઓએ હડતાળમાં ભાગ લીધો હતો.

  • 28 Mar 2022 02:58 PM (IST)

    દિલ્હી: ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે

    દિલ્હીઃ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા બેંકોના ખાનગીકરણની સરકારની યોજનાના વિરોધમાં આજે અને આવતીકાલે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

  • 28 Mar 2022 02:20 PM (IST)

    ચેન્નાઈ: પોલીસ દ્વારા દેખાવકારોની અટકાયત

    સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ આજે ​​અને આવતીકાલે દેશવ્યાપી હડતાળ અને બંધનું એલાન આપ્યું છે. જેને જોતા ચેન્નાઈમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી.

  • 28 Mar 2022 02:10 PM (IST)

    આંધ્રપ્રદેશમાં PSU બેંકોના ખાનગીકરણ સામે વિરોધ

    આંધ્રપ્રદેશ: વિવિધ ટ્રેડ યુનિયનો અને ડાબેરી સંગઠનોના સભ્યોએ વિજયવાડામાં PSU બેંકોના ખાનગીકરણ સહિત કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.

  • 28 Mar 2022 01:41 PM (IST)

    દિલ્હીમાં ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શનકારીઓનો વિરોધ

  • 28 Mar 2022 01:39 PM (IST)

    ભારતીય મજદૂર સંઘે હડતાળમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો

  • 28 Mar 2022 12:37 PM (IST)

    ચેન્નઈમાં પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી

    ચેન્નઈમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી છે.

  • 28 Mar 2022 11:14 AM (IST)

    આંધ્રપ્રદેશમાં PSU બેંકોના ખાનગીકરણ સામે વિરોધ

    વિવિધ ટ્રેડ યુનિયનો અને ડાબેરી સંગઠનોના સભ્યોએ વિજયવાડામાં PSU બેંકોના ખાનગીકરણ સહિત કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કર્યો.

  • 28 Mar 2022 10:20 AM (IST)

    અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ દ્વારા હડતાળનું આહ્વાન

    અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ દ્વારા પણ બેંકોના ખાનગીકરણની સરકારની યોજનાના વિરોધમાં આજે અને આવતીકાલે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

  • 28 Mar 2022 10:18 AM (IST)

    ઓડિશામાં પણ પ્રદર્શન

    ટ્રેડ યુનિયનોએ સરકારની નીતિઓના વિરોધમાં આજે અને આવતીકાલે દેશવ્યાપી હડતાળ અને બંધનું આહ્વાન કર્યું છે. ત્યારે ઓડિસાના ભુવનેશ્વરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે.

  • 28 Mar 2022 10:17 AM (IST)

    વીજળીનો પુરવઠો સુનિશ્ચિત કરવા નિર્દશ

    ટ્રેડ યુનિયના બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાન પહેલા પાવર મંત્રાલયે તમામ સરકારી સંસ્થાઓ અને અન્ય એજન્સીઓને ઉચ્ચ ચેતવણી પર રહેવા અને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા જણાવ્યુ છે.

  • 28 Mar 2022 09:13 AM (IST)

    કોલકાતાના જાદવપુર ખાતે પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક બ્લોક કર્યો

    સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ આજે ​​અને આવતીકાલે દેશવ્યાપી હડતાળ અને બંધનું એલાન કર્યું છે. ત્યારે વિરોધકર્તાઓએ કોલકાતાના જાદવપુર રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે.

  • 28 Mar 2022 08:38 AM (IST)

    કેરળમાં પણ ‘ભારત બંધ’ની અસર જોવા મળી

  • 28 Mar 2022 08:37 AM (IST)

    પશ્ચિમ બંગાળમાં લોકો ‘ભારત બંધ’ને સમર્થન આપી રહ્યા છે

  • 28 Mar 2022 08:36 AM (IST)

    ભાજપ સરકાર વિશે ટ્રેડ યુનિયનોએ શું કહ્યું ?

    ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે, તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત થઈને કેન્દ્રની ભાજપ સરકારે નોકરીયાત લોકોના હિતની વિરુદ્ધ નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. જેમાં EPF વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો છે.ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, LPG, કેરોસીન અને CNGના ભાવમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે.

  • 28 Mar 2022 08:35 AM (IST)

    ગયા અઠવાડિયે ટ્રેડ યુનિયનોની બેઠક મળી હતી

    ટ્રેડ યુનિયનોના નિવેદન મુજબ 22 માર્ચ ના રોજ કામદાર વિરોધી, ખેડૂત વિરોધી, જનવિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ વિરુદ્ધ આજથી બે દિવસીય હડતાળ માટે વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં તૈયારીઓ સંદર્ભે દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી.

  • 28 Mar 2022 08:33 AM (IST)

    જાહેર ક્ષેત્રની બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપ્યુ

    ભારત બંધ અને બેંકોની હડતાલના કારણે આજે અને આવતીકાલે બેંક, રેલ્વે, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રોના કામકાજ પર માઠી અસર પડી શકે છે. તમને જણાવી દઈએ કે,જાહેર ક્ષેત્રની તમામ બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

Published On - Mar 28,2022 8:29 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">