Bharat Bandh: કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોનું ભારત બંધનું એલાન, અનેક સેક્ટર પર પડી શકે છે અસર

ટ્રેડ યુનિયનોએ કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, કોપર, બેંક અને ઈન્સ્યોરન્સ સેક્ટરને હડતાળ અંગે સૂચના આપતી નોટિસ મોકલી છે.

Bharat Bandh: કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોનું ભારત બંધનું એલાન, અનેક સેક્ટર પર પડી શકે છે અસર
Trade unions' announcement of Bharat Bandh Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 7:17 AM

Bharat Bandh: વિવિધ ટ્રેડ યુનિયનો(Trade Union)એ આજથી બે દિવસ માટે એટલે કે  28 અને 29 માર્ચે દેશવ્યાપી હડતાળ(Nationwide strike)નું આહ્વાન કર્યું છે. સોમવાર અને મંગળવારે ભારત બંધ રહેશે. રેલ્વે, રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી વિભાગના કર્મચારીઓએ પણ આ ભારત બંધને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. આ ભારત બંધ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બોલાવવામાં આવી રહ્યો છે, જેની ખરાબ અસર કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકો પર પડી રહી છે. ટ્રેડ યુનિયનોએ કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, કોપર, બેંક અને ઈન્સ્યોરન્સ સેક્ટરને હડતાળ અંગે સૂચના આપતી નોટિસ મોકલી છે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને કહ્યું છે કે બેંકિંગ ક્ષેત્ર પણ આ હડતાળમાં ભાગ લેશે. જણાવી દઈએ કે 22 માર્ચ 2022ના રોજ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના સંયુક્ત મંચની બેઠક બાદ દેશભરમાં હડતાલની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન

ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત, કેન્દ્રની ભાજપ સરકારે નોકરીયાત લોકોના હિતોની વિરુદ્ધ નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. જેમાં EPF વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો છે, પેટ્રોલ, ડીઝલ, એલપીજી, કેરોસીન, સીએનજીના ભાવમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમના મુદ્રીકરણ કાર્યક્રમ (પીએસયુ લેન્ડ બંડલ્સ) ને અમલમાં મૂકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ મોંઘવારીની બગડતી પરિસ્થિતિ અને શેરબજારોમાં ઘટાડાને કારણે તેને રોકી દેવામાં આવ્યા છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ટ્રેડ યુનિયનોએ તેમની બેઠકમાં સરકારની નીતિઓની ટીકા કરી હતી. બેઠકમાં સંયુક્ત કિસાન મોરચાની જાહેરાતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે 28-29 માર્ચે ‘ગાંવ બંધ’નું આહ્વાન કર્યું છે. નિવેદન અનુસાર, બેઠકમાં કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિઓ વિરુદ્ધ હડતાળમાં જોડાવા માટે વિવિધ રાજ્ય સ્તરીય ટ્રેડ યુનિયનોને અપીલ કરવામાં આવી છે.

કામકાજ પર થઈ શકે છે અસર

ભારત બંધના કારણે બે દિવસ કામકાજ પ્રભાવિત થઈ શકે છે. ઘણા કામમાં અડચણ આવી શકે છે. સૌથી વધુ અસર બેંકિંગ પર જોવા મળી શકે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 28-29 માર્ચના રોજ બેંકોના કામકાજને ઘણી હદ સુધી અસર થઈ શકે છે. ભારત બંધની અસર પરિવહન વ્યવસ્થા પર પણ જોવા મળી શકે છે. રેલવે પણ હડતાળમાં જોડાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે કર્મચારીઓના સંગઠનોનું કહેવું છે કે તેઓ આ હડતાલ કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ કરી રહ્યા છે. બેંક યુનિયનો જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરશે. સરકારે 2021ના બજેટમાં વધુ બે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો-Russia Ukraine War : તુર્કીમાં શાંતિ મંત્રણા માટે આજે રશિયા અને યુક્રેન આમને-સામને આવશે, શું થંભી જશે યુદ્ધ ?

આ પણ વાંચો-Goa: પ્રમોદ સાવંત આજે સીએમ પદના શપથ લેશે, PM Modi સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓની રહેશે ઉપસ્થિતિ

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">