બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો બેંગલુરુ બ્લાસ્ટનો આરોપી, નવી તસવીરો કરવામાં આવી જાહેર

બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં NIAએ મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ કહ્યું છે કે આ બ્લાસ્ટનો શંકાસ્પદ બુધવારના રોજ બેલ્લારી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યો હતો. શકમંદો જુદી જુદી બસોમાં મુસાફરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો બેંગલુરુ બ્લાસ્ટનો આરોપી, નવી તસવીરો કરવામાં આવી જાહેર
Follow Us:
| Updated on: Mar 07, 2024 | 3:42 PM

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગયા અઠવાડિયે બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે. વિસ્ફોટના દિવસે જ આ વિસ્ફોટના શંકાસ્પદની માહિતી સામે આવી હતી. NIA દ્વારા શંકાસ્પદ યુવકનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે અને તેના વિશે માહિતી આપનાર માટે ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.

એક મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો

તે દરમિયાન, હવે બ્લાસ્ટના સંદિગ્ધને લઈને મોટો ખુલાસો થયો છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યા અનુસાર કેફેમાં બોમ્બ મૂક્યા બાદ શંકાસ્પદ તે જ વિસ્તારની એક મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો.

મસ્જિદ નજીકથી બેઝબોલ કેપ મળી

NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, BMTC બસમાં આવેલા શંકાસ્પદ વ્યક્તિ કેફેમાં બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ તે જ વિસ્તારની એક મસ્જિદમાં ગયો હતો. આ મસ્જિદમાં તેણે શુક્રવારની નમાજ અદા કરી હતી. નજીકમાં કપડાં પણ બદલી નાખ્યા. NIAએ આ મસ્જિદ નજીકથી બેઝબોલ કેપ કબજે કરી છે જે આ શંકાસ્પદ દ્વારા પહેરવામાં આવી હતી.

પહેલા મગર તો હવે સાપ વારો, નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

વિવિધ બસોમાં મુસાફરી કરી

આ કેસની તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે બેલ્લારીના બસ સ્ટેન્ડ પર આ બ્લાસ્ટનો શંકાસ્પદ જોવા મળ્યો હતો. NIAની ટીમ ત્યાંના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. શકમંદો જુદી જુદી બસોમાં મુસાફરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદ આંધ્રપ્રદેશના તુમાકુરુ, મંત્રાલયમ અને કોસ્ટલ કર્ણાટકના ગોકર્ણની બસોમાં મુસાફરી કરતો જોવા મળ્યો છે.

NIAએ જાહેર કરી નવી તસવીરો

NIAએ બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટના શંકાસ્પદની નવી તસવીરો પણ જાહેર કરી છે. NIAએ હુમલાખોર વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. હુમલાખોર વિશે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે 1 માર્ચે થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: બેંગલુરુના કેફેમાં વિસ્ફોટ, નવ ઘાયલ, સીએમએ કહ્યું- બ્લાસ્ટ IEDથી થયો, જુઓ બ્લાસ્ટના CCTV

Latest News Updates

માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">