AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને એકીટશે, સતત નિહાળવાની છે મનાઈ, દર બે મિનિટે પાડી દેવાય છે પડદો

ભારતના આ મંદિરમાં સૌથી અનોખી અને સૌથી નિરાળી પડદા પ્રથા છે. અહીં તમે ભગવાન શ્રીકૃષ્ણને તમે એક મિનિટથી વધુ એકીટશે નિહાળી નથી શક્તા. દર બે મિનિટે આ મંદિરમાં ભગવાનની સન્મુખ પડદો પાડી દેવામાં આવે છે.

ભારતના આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને એકીટશે, સતત નિહાળવાની છે મનાઈ, દર બે મિનિટે પાડી દેવાય છે પડદો
| Updated on: Sep 04, 2026 | 7:07 PM
Share

દુનિયાના અન્ય મંદિરમાં જેમ આપણે ભગવાનને સતત, નિરંતર નિહાળી શકીએ છીએ, એકીટશે નિહાળીને તેમના દર્શન કરી શકીએ છીએ. પરંતુ ઉત્તરપ્રદેશના પાવન ધામ વૃંદાવનમાં આવેલા પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં તમે ભગવાન શ્રીકૃષ્ણને નિરંતર નથી જોઈ શક્તા. એકીટશે તેમની સામે જોઈને દર્શન નથી કરી શક્તા. આ મંદિરમાં આરાધ્ય ઠાકુર શ્રી બાંકે બિહારી (શ્રીકૃષ્ણ) ના સ્વરૂપને એકીટશે નિહાળવાની સખ્ત મનાઈ છે. આ જ કારણ છે કે અહીં દર બે થી ત્રણ મિનિટના અંતરાલ પર ઠાકુરજીની સન્મુખ એક મખમલી ભારે પડદો પાડી દેવાાં આવે છે. જો કે ફરી તેને હટાવી પમ દેવામાં આવે છે અને આ પ્રક્રિયા દર બે-ત્રણ મિનિટે ચાલતી રહે છે. મંદિર પ્રશાસન આ દર્શન વ્યવસ્થાને ‘ઝાંખી દર્શન’ કહે છે.

આ પરંપરાની પાછળની માન્યતા એવી છે કે તે સહુ કોઈને ચોંકાવી દે છે. એવુ મનાય છે કે અહીં રહેલી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની આંખો અત્યંત નશીલી છે. વશીકરણની શક્તિથી ભરેલી છે. જો કોઈ પણ ભક્ત નિષ્કપટ ભાવથી, પુરી તન્મયતાથી ભગવાન બાંકે બિહારીની આંખોમાં આંખો પરોવીને જોઈ લે તો બિહારીજી તેમની ભક્તિથી વશીભૂત થઈ જાય છે અને તે પોતાનું સિંહાસન છોડીને આ ભક્તની સાથે ચાલવા લાગે છે.

પડદા પ્રથા પાછળ 400 વર્ષ જૂની કથા

આ જ સંદર્ભમાં એક પ્રાચીન કથા પણ ઘણી પ્રચલિત છે. 400 વર્ષ પહેલા મંદિરમાં પડદો લગાવવાની કોઈ પરંપરા કે વ્યવસ્થા ન હતી. વર્ષો પહેલા એક વૃદ્ધ બાંકે બિહારીજીને એકીટશે નિહાળી રહ્યા હતા અને થયુ એવુ કે ત્યારબાદ ઠાકોરજી મંદિર છોડીને એ વૃદ્ધની સાથે ચાલી નીકળ્યા. અન્ય એક કથા એવી પણ પ્રચલિત છે તે એક નિ:સંતાન વૃદ્ધ મહિલા (કેટલાક કિસ્સાઓમાં ભરતપુરના રાજારાણી) ઠાકુરજીના મનમોહક બાળ સ્વરૂપને એકીટશે નિહાળી રહ્યા હતા. ત્યારે તેમના વાત્સલ્ય અને પ્રેમથી ભાવ-વિભોર થઈને ઠાકોરજી તેમના વશમાં આવી ગય અને તેની મૂર્તિ છોડીને એ મહિલાની પાછળ પાછળ તેના ઘર સુધી પહોંચી ગયા. ત્યારબાદ પૂજારીઓએ અનેક પ્રાર્થના કરીને ઠાકુરજીને ફરીથી મંદિરમાં સ્થાપિત કર્યા. ત્યારથી આ વ્યવસ્થા બનાવવામાં આવી કે કોઈપણ ભક્ત ભગવાનના આ બાળસ્વરૂપને એકીટશે, નિરંતર નિહાળી નહીં શકે. જેથી પ્રભુ ફરી કોઈ ભક્તના પ્રેમ બંધનના મોહપાશમાં બંધાઈને મંદિરની બહાર ન નીકળી જાય.

આકર્ષણ અને વશીકરણથી બચાવવા નિયમ

જેમ બાળ કૃષ્ણની લીલાઓ અપરંપાર છે તેમ બાંકે બિહારી મંદિરમાં પણ બાળકૃષ્ણ બિરાજમાન છે અને તેમની લીલાઓ પણ અનોખી છ. એવુ મનાય છે કે બાંકે બિહારીની આંખો એટલી ચમત્કારી અને સંમોહક છે કે જો કોઈ વ્યક્તિ તેને સતત જોઈ રહે તો તે તેના હોશ ખોઈ બેઠે છે અને તેને ભાવ સમાધિ લાગી જાય છે. બસ આ જ કારણ છે કે ભક્તોનું ધ્યાન ભટકાવવા અને તેમને આ સાંસારિક સંસારમાં પરત લાવવા આ પડદાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિરહ અને મિલનનો આનંદ

આ વ્યવસ્થાનને આદ્યાત્મિક રીતે ‘વિરહ અને મિલન’ નું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પડદો બંધ હોય છે ભક્તોના મનમાં ઠાકોરજીના ફરી દર્શન કરવાની તડપ (વિરહ) વધે છે અને પડદો ખુલતા જ મિલનનો આનંદ બેવડાઈ જાય છે.

એ હાલો… ચરર ચરર મારુ ચકડોળ ચાલે….. લોકમેળાની મોજ માણવા ઉમટ્યા રાજકોટવાસીઓ, રાઈડ્સની મજા માણી થયા ખુશખુશાલ

Follow Us
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
g clip-path="url(#clip0_868_265)">