AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતની સમરસ બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી

Breaking News : સુરતની સમરસ બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2026 | 1:54 PM
Share

મળતી માહિતી મુજબ, ભોજન દરમિયાન શાકમાં વંદો જોવા મળતાં વિદ્યાર્થીઓએ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ થાળી વગાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

સુરત શહેરની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજનમાં વંદો મળી આવ્યાના આક્ષેપ બાદ હોબાળો મચ્યો હતો. સોયાબીનના શાકમાંથી વંદો મળી આવતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

હોસ્ટેલના શાકમાં જોવા મળ્યો વંદો

મળતી માહિતી મુજબ, ભોજન દરમિયાન શાકમાં વંદો જોવા મળતાં વિદ્યાર્થીઓએ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ થાળી વગાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલના ભોજનમાં અવારનવાર બેદરકારી સામે આવી રહી છે અને ભોજનની ગુણવત્તા તથા સ્વચ્છતાને લઈને યોગ્ય તકેદારી રાખવામાં આવતી નથી.

મેસ એજન્સી સામે કાર્યવાહી

ઘટનાને પગલે વિદ્યાર્થીઓના વિરોધ બાદ મેસ એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મેસ એજન્સીને ₹10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સ્વચ્છતાને લઈને અગાઉ પણ સવાલો ઉઠ્યા

સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને અગાઉ પણ સવાલો ઉઠતા રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

Breaking News: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો, 4 દિવસ બાદ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">