AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એ હાલો… ચરર ચરર મારુ ચકડોળ ચાલે….. લોકમેળાની મોજ માણવા ઉમટ્યા રાજકોટવાસીઓ, રાઈડ્સની મજા માણી થયા ખુશખુશાલ

રાજકોટનો ભવ્ય લોકમેળો સાતમ-આઠમની રજાઓમાં રાજકોટવાસીઓ અને આસપાસના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બાળકો, યુવાનો અને વડીલો સૌ કોઈ રોમાંચક રાઈડ્સ, વિવિધ ખાણીપીણી અને રમકડાંની મજા માણી રહ્યા છે. આ મેળામાં 34 થી વધુ રાઈડ્સ, રંગબેરંગી સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

એ હાલો... ચરર ચરર મારુ ચકડોળ ચાલે..... લોકમેળાની મોજ માણવા ઉમટ્યા રાજકોટવાસીઓ, રાઈડ્સની મજા માણી થયા ખુશખુશાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2026 | 7:06 PM
Share

મેળો એટલે મોજ મસ્તી અને આનંદ કરવાનું સ્થળ, સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની રજાઓમાં મેળાનું અનેરુ મહત્વ છે. શાળા-કોલેજોમાં પણ 5 દિવસની રજાઓ સાથે મિનિ વેકેશન પડી જાય છે અને છઠ્ઠના પર્વથી જ મેળાનો પ્રારંભ થઈ જાય છે. ત્યારે રાજકોટના ભવ્ય લોકમેળામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અને આસપાસના ગામોના લોકો પહોંચી રહ્યા છે. બાળકો, યુવાનો અને મોટેરાઓ પણ મેળામાં મ્હાલતા જોવા મળી રહ્યા છે. આ વખતે રાજકોટના લોકમેળામાં 34 જેટલી વિવિધ રાઈડ્સ જોવા મળી રહી છે. આ તમામ અલગ અલગ રાઈડ્સમાં બેસીને ખાસ કરીને બાળકો ને અત્યંત મજા આવી રહી છે. બાળકોની સાથે તેમના માતાપિતા પણ મેળાની રંગત માણી રહ્યા છે.

મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ ની સાથે વિવિધ મનોરંજનના સ્ટોલ્સ  તેમજ રમકડાના સ્ટોલ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે. વિવિધ પ્રકારના રમકડા બાળકોનું મન મોહી રહ્યા છે તો માતાપિતા પણ મોટુ મન રાખી બાળકોને ગમતા રમકડા અપાવી રહ્યા છે. બાળકોને મન રમકડા પ્રત્યે વિશેષ લગાવ હોય છે અને આથી જ તેઓ ખાસ મેળાની રાહ જોતા હોય છે. હાલ આ મેળામાં ડ્રોન, રિમોટવાળી કાર્સ આકર્ષણ જમાવી રહી છે.

જુઓ મેળાની રંગત સંગતનો વીડિયો

આ તરફ વિવિધ રાઈડ્સમાં બેસી લોકો પણ મોજ મસ્તી અને રોમાંચ અનુભવી રહ્યા છે. આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા આ મેળામાં કેટલાક લોકો પારંપારિક પોષાક પહેરીને ફરી રહ્યા છે. આ જ તો મેળાની સુંદરતા છે જ્યાં કોઈ જ નાત-જાત, અમીર-ગરીબના ભેદભાવ વિના સહુ કોઈ ફરી શકે છે. આનંદ-કિલ્લોલ કરી શકે છે. પાંચ દિવસ સુધી ચાલતા આ લોકમેળાને લોકો મન ભરીને માણે છે અને જીવનની તમામ મુશ્કેલીઓને થોડી કલાકો માટે ભૂલી જાય છે અને મેળાની પણ આ ખાસીયત છે કે એ તમને બધુ ભૂલાવી દેશે અને મોજમસ્તીમાં ડૂબાડી દેશે. જન્માષ્ટમી અને સાતમ-આઠમના પર્વની રજાઓમાં રાજકોટનો લોકમેળો લોકો માટે મોજ, મસ્તી અને રોમાંચનું કેન્દ્ર બન્યો છે. હાલ આ મેળાના આકાશી દૃશ્યો પણ સામે આવ્યા છે. આકાશથી જુઓ તો રાજકોટનો લોકમેળો જાણે ઝગમગતું શહેર લાગી રહ્યો છે!

Input Credit- Mohit Bhatt-Rajkot

જન્માષ્ટમીના પાવન અવસરે જગત મંદિરમાં ઉમટ્યુ ભાવિ ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર- Video

Follow Us
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
g clip-path="url(#clip0_868_265)">