AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saputara Breaking News : સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! જુઓ Video

Saputara Breaking News : સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2026 | 1:09 PM
Share

અમદાવાદથી સાપુતારા આવી રહેલી ખાનગી બસને સામગહાન-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત નડ્યો હતો. જન્માષ્ટમીના પર્વે અમદાવાદથી સાપુતારા ફરવા માટે નીકળેલા પ્રવાસીઓ બસમાં સવાર હતા.

અમદાવાદથી સાપુતારા આવી રહેલી ખાનગી બસને સામગહાન-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત નડ્યો હતો. જન્માષ્ટમીના પર્વે અમદાવાદથી સાપુતારા ફરવા માટે નીકળેલા પ્રવાસીઓ બસમાં સવાર હતા. ચઢાણ ચઢતી વખતે અચાનક બસ બંધ પડી જતા બસ રિવર્સમાં ધસી ગઈ હતી. બસ રિવર્સમાં ધસી જતા માર્ગની સાઈડમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી.

આ દરમિયાન બસ ભેખડ સાથે અથડાઈને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં કુલ 54 મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

સદનસીબે અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ નહીં

અચાનક બસ રિવર્સમાં ધસી ખાડામાં ઉતરી જતા બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મુસાફરો અને તેમના પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ હતી. જોકે બસ ભેખડ સાથે અથડાઈને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ મુસાફરને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

જન્માષ્ટમીની રજાઓમાં સાપુતારા ફરવા નીકળેલા પ્રવાસીઓ સાથે બનેલી આ ઘટનામાં સદનસીબે તમામ 54 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. ઘટનાને પગલે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની વિગતો જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો, Breaking News: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો, 4 દિવસ બાદ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">