AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Diwali : PM મોદીના આગમન પહેલા સુરક્ષાનો સઘન બંદોબસ્ત, જાણો સમગ્ર કાર્યક્રમ

આજે સાંજે જ્યારે પ્રતિકાત્મક રુપે ભગવાન શ્રી રામ માતા સીતા અને ત્રણેય ભાઈઓ સાથે પુષ્પક વિમાનના રૂપમાં હેલિકોપ્ટરમાં અહીં ઉતરશે, ત્યારે સીએમ યોગી રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) સાથે તેમનું સ્વાગત કરશે.

Ayodhya Diwali : PM મોદીના આગમન પહેલા સુરક્ષાનો સઘન બંદોબસ્ત, જાણો સમગ્ર કાર્યક્રમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 12:25 PM
Share

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં (Ayodhya) આજે ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પહેલીવાર આ દીપોત્સવમાં જોડાવાના છે. ત્યારે દીપોત્સવ અને પીએમ મોદીના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાનનું સ્વાગત અને અભિવાદન કરશે. સીએમ યોગીએ આજે ​​સવારે ટ્વિટ કર્યું, ‘ભારતની ઓળખ અને સનાતન આસ્થાના પ્રાચીન ગૌરવને સતત પુનઃસ્થાપિત કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગવાન શ્રી રામ અને માતા જાનકીના પવિત્ર ધામ અયોધ્યામાં આયોજિત ભવ્ય-દિવ્ય દીપોત્સવ-2022માં હાર્દિક સ્વાગત છે.

તો દીપોત્સવની ઉજવણીમાં હાજરી આપવા માટે પીએમ મોદીના આગમન પહેલા અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભગવાન રામલલાની પૂજા કર્યા બાદ વડાપ્રધાન શ્રી રામ જન્મભૂમિ તીર્થસ્થળનું પણ નિરીક્ષણ કરશે. બીજી તરફ રાજ્યના પ્રવાસન મંત્રી જયવીર સિંહે દીપોત્સવ 2022 પહેલા અયોધ્યામાં ભગવાન રામની ઝાંખીને લીલી ઝંડી બતાવી હતી.

PM 3-D હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શો નિહાળશે

કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન લગભગ 6.45 વાગ્યે ભગવાન રામનો રાજ્યાભિષેક કરશે અને તે પછી તેઓ સરયૂ નદીના કિનારે નવા ઘાટ પર આરતી પણ કરશે. બાદમાં તે દીપોત્સવની ઉજવણીમાં ભાગ લેશે. દીપોત્સવ દરમિયાન વિવિધ રાજ્યોના વિવિધ નૃત્ય સ્વરૂપ સાથે પાંચ એનિમેટેડ ટેબ્લોક્સ અને 11 રામલીલા ટેબ્લોક્સ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ દરમિયાન, પીએમ સરયુ નદીના કિનારે રામ કી પૈડી ખાતે ભવ્ય મ્યુઝિકલ લેસર શો તેમજ 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શોના સાક્ષી પણ બનશે.

18 લાખ દીવા પ્રગટાવીને રેકોર્ડ બનાવાશે

અયોધ્યામાં આ છઠ્ઠી વખત છે જ્યારે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદી અંગત રીતે ભાગ લેશે. આ અંગે ડિવિઝનલ કમિશનર નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે રામ કી પૌડીમાં 22 હજારથી વધુ સ્વયંસેવકો દ્વારા 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. બાકીના દીવાઓ ચાર રસ્તાઓ અને અન્ય સ્થળોએ પ્રગટાવવામાં આવશે. તેમણે કહ્યું કે તહેવારના દિવસે જિલ્લામાં કુલ 18 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવે તેવી શક્યતા છે. આ દીપોત્સવ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે.

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે

અયોધ્યામાં રામના ચરણોમાં દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે દીપોત્સવ દરમિયાન ગિનિસ બુક ઓફ રેકોર્ડની ટીમ પણ હાજર રહેશે. રેકોર્ડ બનાવવા માટે, આ બધા દીવાને 5 મિનિટ સુધી સતત સળગાવવાની જરૂર છે. ઉપરાંત, તમામ લેમ્પ 40 મિનિટની અંદર પ્રગટાવવાના રહેશે.

મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં વડાપ્રધાન

આ દરમિયાન અયોધ્યાના રામકથા પાર્કને રાજભવનની જેમ શણગારવામાં આવ્યો છે. આજે સાંજે જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતા અને ત્રણેય ભાઈઓ સાથે પુષ્પક વિમાનના રૂપમાં હેલિકોપ્ટરમાં અહીં ઉતરશે, ત્યારે સીએમ યોગી રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે તેમનું સ્વાગત કરશે. આ પછી શ્રી રામનો રાજ્યાભિષેક થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો રાજ્યાભિષેક કરીને મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં આરતી કરશે.

સરયુ પુલ પર 20 મિનિટ સુધી આતશબાજી

આ સિવાય સરયુ પુલ પર લગભગ 20 મિનિટ સુધી આતશબાજી કરવામાં આવશે. પીએમ મોદી, સીએમ યોગી સરયૂના કિનારે બનેલા મંચ પરથી તેને જોશે. પુલ અને ઘાટને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. અયોધ્યામાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે વિશ્વના આઠ દેશોની રામલીલાનું મંચન થશે. દેશ-વિદેશના 1800 થી વધુ લોક કલાકારો દીપોત્સવની શોભા વધારશે.

4,000 પોલીસકર્મીઓ સુરક્ષા ફરજ પર છે

દીપોત્સવની સુરક્ષા વ્યવસ્થા અંગે અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રશાંત વર્માએ જણાવ્યું હતું કે, “લગભગ 4,000 પોલીસકર્મીઓ આ કાર્યક્રમ માટે સુરક્ષા ફરજ પર રહેશે. ભક્તો, પ્રવાસીઓ અને કલાકારોને (વિદેશી કલાકારો સહિત) કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ક્રાઉડ મેનેજમેન્ટ એ મુખ્ય પ્રાથમિકતા છે.

પીએમ મોદીનો કાર્યક્રમ

  • સાંજે 4.55 – ભગવાન રામ લલ્લાના દર્શન અને પૂજા થશે.
  • સાંજે 05.05 – રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રની મુલાકાત લેશે.
  • સાંજે 05.40 – ભગવાન રામનો રાજ્યાભિષેક થશે.
  • સાંજે 06.25 – સરયુજી ઘાટ પર આરતી કરશે.
  • સાંજે 06.40 – દીપોત્સવમાં જોડાશે.
  • સાંજે 07.25 – ગ્રીન અને ડિજિટલ ફટાકડાના નજારા જોવા મળશે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">