Atique Ahmed Murder: અતીક અહેમદના સાડા ચાર દશકના ‘આતંક’ નો 49 દિવસમાં જ અંત, રાજૂ પાલના સાક્ષીની હત્યા ‘કાળ’ બની
Atique Ahmed Murder: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કેસના સાક્ષીનુ મર્ડર કરવાની ઘટના તેના માટે કાળ બની ગઈ હતી.
પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને બંને ભાઈઓની હત્યા કરી દીધી છે. અતીક અહેમદના પુત્રનુ આ પહેલા એન્કાઉન્ટર થયુ હતુ અને ત્યાં જ હવે અતિક અને અશરફની હત્યા થયાના સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કેસના સાક્ષીનુ મર્ડર કરવાની ઘટના તેના માટે કાળ બની ગઈ હતી. આ ઘટના બાદ અતિકે પહેલા પુત્રનો જીવ ગુમાવ્યો અને હવે પોતાનો અને તેના ભાઈનો જીવ ગુમાવ્યો છે.
ફિલ્મી પડદે જોવા મળતી હોય એ પ્રકારની ઘટના પ્રયાગરાજમાં વાસ્તવિકતામાં સર્જાઈ હતી. પ્રયાગરાજમાં એકાએક જ ગોળીઓનો વરસાદ શરુ થયો અને જેમાં ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. તેમના પરીવારજનોએ બતાવેલી ઘટના કંઈક આવી હતી. જેની પર એક નજર કરીશું.
શુ બન્યુ હતુ રાજૂ પાલ સાથે?
25 જાન્યુઆરીના રોજ, રાજૂ પાલ એ જ ગામના એક વિદ્યાર્થીની હત્યાના સંબંધમાં SRN હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસમાં ગયા હતા. ત્યાંથી બપોરે 3 વાગ્યાની આસપાસ ઘરે પરત આવી રહ્યા હતા. તે પોતે ક્વોલિસ કાર જાતે જ ડ્રાઇવ કરી રહ્યા હતા. ક્વાલિસમાં, તે તેના એક મિત્ર, કારેલીના રહેવાસી સાદિક અને તેની પત્ની રુકસનાને ચોફાટકા ખાતે મળ્યા હતા. આ દરમિયાન તેમણે પત્નિ રૂખસાનાને પોતાની કારમાં બેસાડીને સાદિકને તેના સ્કૂટર પર ઘરે આવવા કહ્યું. તેમની પાછળના કાફલામાં અન્ય વાહન સ્કોર્પિયો કાર પણ હતી. સુરક્ષા માટે બંને કારમાં એક-એક ગનર હતા. ત્યાંથી થોડે દૂર ગયા હતા ત્યારે નહેરુ પાર્ક મોડ પાસે અગાઉથી જ અચાનક હુમલો કરી બેઠેલા લોકોએ કારની પાછળથી ગોળીબાર શરૂ કર્યો હતો. દરમિયાન રાજુ પાલના કારની આગળ એક ફોર વ્હીલર વાહન ઉભું રાખી દેવામાં આવ્યુ હતુ. આ પછી શૂટરોએ રાઈફલ, બંદૂકો અને અન્ય પ્રકારના હથિયારોથી સજ્જ રાજુ પાલની કાર પર ગાળોનો વરસાદ શરૂ કર્યો હતો.
આ ગોળીઓના વરસાદને કારણે કારમાં અનેક જગ્યાએ નિશાન પડી ગયા હતા. આ હુમલામાં રાજૂ પાલને કેટલીક ગોળીઓ વાગી હતી. ગોળીબારના અવાજથી ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ હતી. થોડા સમયમાં રાજૂ પાલના સમર્થકો ઈજાગ્રસ્ત હાલતમાં ટેમ્પામાં બેસીને જીવન જ્યોતિ હોસ્પિટલ લઈ જવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં દૂર દૂરથી ઘટનાક્રમ પર નજર રાખી રહેલા શૂટર્સને લાગ્યું કે રાજૂ પાલ હજી જીવિત છે. આ પછી, શૂટરે ફરીથી જમણે-ડાબે અને પાછળથી ફરતા ટેમ્પ્સને ઘેરી લીધા અને ફરીથી ફાયરિંગ કર્યું હતુ.
1, 2 નહીં 19 ગોળીઓ વાગી હતી
રાજૂ પાલ પર ગોળીઓનો વરસાદ એટલો બધો વરસાવ્યો હતો કે, તેમનુ શરીર જાણે કે ચાળણી કરી દેવા માંગતા હતા શૂટરો. રાજૂ પાલ પર થઈ રહેલા ગોળીઓના વરસાદને લઈ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગમ ભાગ કરી રહ્યા હતા. રસ્તા પર ધોળે દીવસે ગોળીઓનો વરસાદ વરસી રહ્યો હતો. શૂટરોએ કરેલા ગોળીઓના વરસાદથી રાજૂ પાલના શરીરમાં 19 ગોળીઓ વાગી હતી. આ દરમિયાન તેમની સાથે રહેલા સંદીપ યાદવ અને દેવીલાલનુ પણ મોત નિપજ્યુ હતુ.
સાક્ષીની પણ હત્યા
ગત 24 ફેબ્રુઆરીએ રાજૂ પાલ હત્યા કેસના સાક્ષીની પણ હત્યા કરી દેવામાં આવી હતી. બસપાના ધારસાભ્ય રહેલા રાજૂ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલ પર ગોળી અને બોમ્બ નાંખીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં અતૂક, અશરફ, તેના પુત્ર અને તેની પત્નિ શાઈસ્તા સહિતના તેમના સાગરીતો સામે ફરીયાદ નોંધાઈ હતી. ગત 13 એપ્રિલે અસદ એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો હતો.
આ પણ વાંચોઃ Atique Ahmed Murder: હુમલાખોરોએ અતીક અહેમદને નજીકથી માથામાં ગોળી મારી, ઘટના બાદ કર્યું આત્મસમર્પણ,
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…