ANNA HAZAREએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કહ્યું કે ‘ખેડુતોના મુદ્દે જાન્યુઆરીના અંતમાં ભૂખ હડતાલ કરશે’

આજે એટલે કે શુક્રવારે ખેડૂત (FARMERS) આંદોલનનો 51મો દિવસ છે. છેલ્લા 51 દિવસથી ખેડૂતો સતત 3 કૃષિ બિલને લઈને આંદોલન કરી રહ્યા છે.

ANNA HAZAREએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કહ્યું કે 'ખેડુતોના મુદ્દે જાન્યુઆરીના અંતમાં ભૂખ હડતાલ કરશે'
અન્ના હઝારે (ફાઈલ ફોટો)
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 15, 2021 | 4:37 PM

આજે એટલે કે શુક્રવારે ખેડૂત (FARMERS) આંદોલનનો 51મો દિવસ છે. છેલ્લા 51 દિવસથી ખેડૂતો સતત 3 કૃષિ બિલને લઈને આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદાને લઈને ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે સુપ્રીમ કોર્ટના (SUPREME COURT) આદેશથી 4 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે. જે પૈકી ભૂપિન્દ્ર સિંહ માને તેમનું નામ કમિટીમાંથી પરત લઈ લીધુ છે. આ વચ્ચે સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ (ANNA HAZARE) ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમનો નિર્ણય જાહેર કર્યો હતો.

અન્નાએ જણાવ્યું હતું કે, “તેઓ દિલ્હીના ખેડુતોના મુદ્દે જાન્યુઆરીના અંતમાં ભૂખ હડતાલ કરશે.” કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ચાલી રહેલા આંદોલનની વચ્ચે હઝારેએ આ પત્ર લખ્યો છે. હઝારેએ બાદમાં મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘નવા કૃષિ કાયદા લોકશાહી મૂલ્યોને અનુરૂપ નથી અને બિલનો મુસદ્દો તૈયાર કરવામાં લોકોની ભાગીદારી જરૂરી છે’. હઝારેએ તારીખ જણાવ્યા વગર કહ્યું કે તે મહિનાના અંત સુધીમાં ઉપવાસ શરૂ કરશે. હઝારેએ જણાવ્યું હતું કે, ખેડૂતોના મુદ્દે મેં કેન્દ્ર સરકાર સાથે પાંચવાર પત્ર વ્યવહાર કર્યો હતો, પરંતુ કોઈ જવાબ આપ્યો ના હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

હઝારેએ વડાપ્રધાનને લખેલા પત્રમાં કહ્યું હતું કે, આ કારણે મેં જિંંદગીના છેલ્લા શ્વાસ સુધી ભૂખ હડતાલ પર જવાનો ફેંસલો કર્યો છે. કાર્યકર્તાએ કહ્યું કે તેમણે દિલ્હીના રામલીલા મેદાનમાં ભૂખ હડતાલ માટે સંબંધિત અધિકારીઓની મંજૂરી માટે ચાર પત્રો લખ્યા હતા, પરંતુ એક પણ જવાબ મળ્યો ન હતો.

આ પણ વાંચો: STOCK MARKET: સપ્તાહના છેલ્લા દિવસે SENSEX 549 અને NIFTY 161 અંક ગગડ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">