AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, મંત્રાલયે કહ્યું સામાન્ય થશે ઉડાન સેવા

હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરીનું સંચાલન ફરીથી નોર્મલ કરવા ઈચ્છે છે અને આ અંતર્ગત આગળની પ્રક્રિયાનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો હજુ પણ માને છે કે ભારતના ઉડ્ડયન ઉદ્યોગની સ્થિતિ હજુ પણ યોગ્ય નથી.

આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, મંત્રાલયે કહ્યું સામાન્ય થશે ઉડાન સેવા
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 5:20 PM
Share

કોરોના મહામારી (Corona Virus)ના કારણે છેલ્લા ઘણા સમયથી સ્થગિત નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો (Regular International Flights) ફરી શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry Of Civil Aviation) બુધવારે કહ્યું કે ભારતથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો આ વર્ષના અંતમાં ફરીથી શરૂ કરવામાં આવશે. હાલમાં વંદે ભારત મિશન હેઠળ ફ્લાઈટ્સની અવરજવર ચાલી રહી છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સર્વિસ સામાન્ય થવાની આશા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે આ વિશે જાણકારી આપતા કહ્યું કે રેગ્યુલર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઝડપી જ શરૂ થઈ શકે છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં ફરીથી સેવા શરૂ કરવામાં આવે. કોરોના રોગચાળા બાદ ગયા વર્ષે માર્ચમાં ભારત આવવા જવા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી હતી. આ સસ્પેન્શન આ વર્ષે 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું હતું?

હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરીનું સંચાલન ફરીથી નોર્મલ કરવા ઈચ્છે છે અને આ અંતર્ગત આગળની પ્રક્રિયાનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો હજુ પણ માને છે કે ભારતના ઉડ્ડયન ઉદ્યોગની સ્થિતિ હજુ પણ યોગ્ય નથી.

એર વિસ્તારાએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે ભારતમાં અને ત્યાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું લાંબા સમય સુધી સસ્પેન્શન મોટાભાગની એરલાઈન્સની નાણાકીય સંભાવનાઓને અસર કરી રહ્યું છે. વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને જણાવ્યું હતું કે સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કામગીરીના લાંબા સમય સુધી સસ્પેન્શન ચોક્કસપણે મોટાભાગની એરલાઈન્સના નાણાકીય સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે, જેનાથી આવક પર દબાણ પડે છે.

ભારતનો 28 દેશ સાથે એર બબલ કરાર

હાલ ભારતે અમેરિકા, બ્રિટેન, યુએઈ, કેન્યા, ભૂટાન અને ફ્રાંસ સહિત લગભગ 28 દેશની સાથે એર બબલ કરાર કર્યો છે. એર બબલ કરાર હેઠળ બે દેશની વચ્ચે વિશેષ પ્રતિબંધોની સાથે તેમની એરલાઈન્સ તરફથી સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ચલાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Delhi : કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હીના તમામ વડીલોને મફત અયોધ્યા યાત્રા કરાવશે સરકાર

આ પણ વાંચો: કૃષિ કાયદાને પરત કરવાના પ્રસ્તાવને મળી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરવામાં આવશે બીલ

g clip-path="url(#clip0_868_265)">