G-20 કોન્ફરન્સ માટે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર એલર્ટ, વધુ સૈનિકોને કરાયા તૈનાત
મળતી માહિતી મુજબ ISIએ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી અને આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાની સેનાના કર્નલ સુલતાનને સોંપી છે. તે જ સમયે, પાકિસ્તાને પીઓકેમાં પાંચ કંટ્રોલ રૂમ બનાવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં 22થી 24 મે દરમિયાન G-20 સંમેલન શાંતિપૂર્ણ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે તમામ પ્રયાસો કર્યા છે. આ ઈવેન્ટ શ્રીનગરમાં દાલ તળાવના કિનારે શેરે કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોજાઈ રહી છે. આ બેઠકથી પાકિસ્તાન નારાજ છે. તે ઈન્ટરનેશનલ બોર્ડર અને લાઈન ઓફ કંટ્રોલ દ્વારા પાકિસ્તાની આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કરી શકે છે. જેને જોતા ભારત-પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
મળતી માહિતી મુજબ ISIએ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી અને આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાની સેનાના કર્નલ સુલતાનને સોંપી છે. તે જ સમયે, પાકિસ્તાને પીઓકેમાં પાંચ કંટ્રોલ રૂમ બનાવ્યા છે. આ કંટ્રોલ રૂમ ભીમ્બર, નીલમ વેલી, લીપા વેલી રાવલકોટ, મુઝફ્ફરાબાદમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 35 રાજ્યોના 28,000 લોકો સાથે થઇ 100 કરોડની છેતરપિંડી… હરિયાણાના નવા ‘જામતાડા’માં કાર્યવાહી શરૂ
સેના ખીણમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદી ગતિવિધિઓ વધી છે. હવે સેના ઘાટીમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. રાજૌરી હાલમાં પુંછમાં સૌથી સંવેદનશીલ વિસ્તાર છે. અહીંના જંગલોને આતંકવાદીઓએ પોતાનું ઠેકાણું બનાવી દીધું હતું. જમ્મુ-કાશ્મીરમાં 20 એપ્રિલે પૂંછમાં થયેલા હુમલા બાદથી આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 5 મેના રોજ પણ એન્કાઉન્ટરમાં દેશના પાંચ જવાનો શહીદ થયા હતા. ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
600 પોલીસકર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે
G2O કોન્ફરન્સ અને વિદેશી મહેમાનોની મહેમાનગતિ માટે ઉધમપુરમાં 600 પોલીસકર્મીઓની વિશેષ તાલીમ ચાલી રહી છે. આ જવાનો સિવિલ ડ્રેસમાં મહેમાનોની આસપાસ હશે. આ સાથે NSG કમાન્ડો અને નેવીની માર્કોસ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીનગર અને જમ્મુ શહેરમાં પહેલાથી જ વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. સરહદ પર સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…