AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Pawar Plane Crash Death : અજિત પવારની રાજકીય સફર, સત્તા, સંઘર્ષ અને વિવાદો વિશે આ વાતો જાણો

મહારાષ્ટ્રની રાજનીતિનો મુખ્ય ચેહરામાં સામેલ અજિત પવાર લાંબા સમયથી રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા. આજે વહેલા સવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યું થયું છે. તો આજે આપણે અજિત પવારની રાજકીય સફર વિશે જાણીએ.

Ajit Pawar Plane Crash Death :  અજિત પવારની રાજકીય સફર, સત્તા, સંઘર્ષ અને વિવાદો વિશે આ વાતો જાણો
| Updated on: Jan 28, 2026 | 1:27 PM
Share

મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું નિધન થયું છે. ન્યુઝ એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. વિમાન ક્રેશમાં અજિત પવારનું મૃત્યું થયું છે. પ્લેન જ્યારે બારામતીમાં લેન્ડ કરી રહ્યું હતુ. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ અજિત પવાર છેલ્લા 13 વર્ષમાં પાંચ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તે મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

અજિત પવારનો નાયબ મુખ્યમંત્રીનો કાર્યકાળ જોઈએ તો

  • 10 નવેમ્બર 2010 – 25 સપ્ટેમ્બર 2012 (મુખ્યમંત્રી: પૃથ્વીરાજ ચવ્હાણ)
  • 25 ઓક્ટોબર 2012 – 26 સપ્ટેમ્બર, 2014 (મુખ્યમંત્રી: પૃથ્વીરાજ ચવ્હાણ)
  • 23 નવેમ્બર, 2019 – 26 નવેમ્બર, 2019 (મુખ્યમંત્રી: દેવેન્દ્ર ફડણવીસ)
  • 30 ડિસેમ્બર, 2019 – 29 જૂન, 2022 (મુખ્યમંત્રી: ઉદ્ધવ ઠાકરે)
  • 2 જુલાઈ, 2023 – વર્તમાન (મુખ્યમંત્રી: એકનાથ શિંદે/દેવેન્દ્ર ફડણવીસ સરકાર)

ડિસેમ્બર 2024થી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં એકનાથ શિંદેની સાથે મહારાષ્ટ્રના 8માં નાયબ મુખ્યમંત્રીના રુપમાં કાર્યરત રહ્યા.

કોણ છે અજિત પવાર ?

અજિત અનંતરાવ પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં થયો હતો. તે એનસીપી પ્રમુખ શરદ પવારનો મોટો ભાઈ અનંતરાવ પવારનો દીકરો છે. તેના પિતા વી.શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા. અજિત પવારે તેના કાકા શરદ પવારના રાજકીય પગલા પર ચાલી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. લોકો અને સમર્થકો વચ્ચે તે દાદાના નામથી લોકપ્રિય છે. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ દેઓલી પ્રવરમાંથી પૂર્ણ કર્યું છે.

અજિત પવારની રાજકીય સફર કેવી રહી?

  1. અજિત પવારે રાજકીય સફરની શરુઆત 1982માં માત્ર 20 વર્ષની ઉંમરે કરી હતી. તેમણે સૌથી પહેલા એક ખાંડની સહકારી સંસ્થાની ચૂંટણી લડી કરી હતી.
  2. 1991 : પુણે જિલ્લા સહકારી બેંકના પ્રમુખ બન્યા,16 વર્ષ સુધી આ પદ સંભાળ્યું
  3. 1991 : બારામતીથી લોકસભામાં ચૂંટાયા, પરંતુ તેમના કાકા શરદ પવાર માટે બેઠક ખાલી કરી.
  4. તે જ વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા.
  5. 1992-1993: કૃષિ અને વીજળી રાજ્યમંત્રી બન્યા.
  6. તેઓ 1995,1999, 2004, 2009 અને 2014માં બારામતી મતવિસ્તારમાંથી જીતતા રહ્યા.
  7. તેમણે કૃષિ, બાગાયત, વીજળી અને જળ સંસાધન મંત્રી જેવા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા. જળ સંસાધન મંત્રી તરીકે, તેઓ કૃષ્ણા ખીણ અને કોંકણ સિંચાઈ પ્રોજેક્ટ્સ માટે જવાબદાર હતા.

અજિત પવારની રાજકીય ઓળખ કેવી રહી?

અજિત પવારને એક મજબૂત સંગઠક અને વહીવટી અનુભવ ધરાવતા નેતા તરીકે જોવામાં આવે છે. જ્યારે તેમના અને તેમના કાકા શરદ પવાર વચ્ચે રાજકીય મતભેદોની ચર્ચા થતી રહી છે, ત્યારે તેમણે હંમેશા પોતાને શરદ પવારના અનુયાયી તરીકે વર્ણવ્યા છે. આજે અજિત પવાર મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં સૌથી અગ્રણી વ્યક્તિઓમાંના એક ચહેરામાં સામેલ હતા, અને રાજ્યના રાજકારણમાં તેમની ભૂમિકા નિર્ણાયક માનવામાં આવે છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું,જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
24 કલાકમાં બદલાશે તમારા શહેરનું હવામાન
24 કલાકમાં બદલાશે તમારા શહેરનું હવામાન
'મધર ઓફ ઓલ ડીલ્સથી કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી ?
'મધર ઓફ ઓલ ડીલ્સથી કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી ?
g clip-path="url(#clip0_868_265)">