AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનશે સુનેત્રા પવાર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે ?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થવાથી દુખધ નિધન થયું છે. બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે આ અકસ્માત થયો હતો. અજીત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન હતા. હવે તેમના સ્થાને સુનેત્રી પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનશે. જાણો તેમના પરિવારમાં કોણ કોણ છે ?

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનશે સુનેત્રા પવાર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે ?
Nirupa Duva
| Edited By: | Updated on: Jan 30, 2026 | 8:58 PM
Share

Ajit Pawar Family Tree: અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા છે. ફરી એકવાર અજિત પવારે કાકાની વિરુદ્ધ જઈને સત્તાધારી પાર્ટી એનડીએને સમર્થન આપ્યું છે. આ પહેલા વર્ષ 2019માં પહેલીવાર અજિત પવારે પક્ષ બદલ્યો હતો. એક સમયે અજિત પવારને શરદ પવારનો ડાબો હાથ કહેવામાં આવતા હતા.અજિત પવારના પરિવારમાં કોણ છે અને અજિત પવાર કોની સલાહ લે છે.

અજિત પવારનો પરિવાર

અજિત પવારના પરિવારમાં તેમની પત્ની સુનેત્રા પવાર છે, જેઓ પદમસિંહ બાજીરાવ પાટીલની બહેન છે, જે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને પ્રભાવશાળી વ્યક્તિ છે.

આ પણ વાંચો : Sharad Pawar Family Tree : રાજનીતિમાં શરદ પવાર પરિવારની ત્રણ પેઢીઓ છે, જાણો પવારના ‘પાવરફુલ’ પરિવાર વિશે

અજિત પવારના પુત્ર

અજીતને બે પુત્રો છે. તેમના મોટા પુત્રનું નામ પાર્થ પવાર છે. પાર્થે મહારાષ્ટ્રના માવલાથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ તેમને ભારે અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. અજિતના નાના પુત્રનું નામ જય પવાર છે, જેનો હાલમાં રાજકારણમાં કોઈ દખલ નથી.

અજિત પવારના ભાઈ-બહેન

અજિત પવારના મોટા ભાઈનું નામ શ્રીનિવાસ પવાર છે. શ્રીનિવાસ એગ્રીકલ્ચર અને ઓટોમોબાઈલ સાથે જોડાયેલા મોટા બિઝનેસમેન છે. કહેવાય છે કે અજીત પોતાના દરેક મહત્વના નિર્ણયમાં શ્રીનિવાસ પવારની સલાહ લે છે. અને તેની બહેનનું નામ વિજયા પાટીલ છે.

આ પણ વાંચો : Azim Premji Family Tree : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે

અજિત પવાર અને શરદ પવાર વચ્ચેના સંબંધો

શરદ પવાર અજિત પવારના કાકા છે. અજીતના પિતાનું નામ અનંતરાવ પવાર હતું. તેઓ બોમ્બેના “રાજકમલ સ્ટુડિયો”માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી. શાંતારામ માટે કામ કરતા હતા. તેમના દાદા ગોવિંદ પવાર અને દાદી શારદા પવારને 11 બાળકો હતા, જેમાંથી માત્ર પાંચની માહિતી જ જાહેર છે. રાજકારણમાં શરદ પવારનું કદ વધ્યું ત્યારે અજિત તેમની સાથે રહેવા લાગ્યા. તેઓ શરદ પવારના ડાબા હાથ કહેવાય છે. જો કે, બાદમાં અજિત પવાર એનસીપી છોડીને દેવેન્દ્ર ફડણવીસ પાસે ગયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ પણ લીધા.

અજિત પવાર અને પદ્મસિંહ બાજીરાવ પાટીલ

અજિત પવારના સાળા પદ્મસિંહ બાજીરાવ પાટીલ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. એક સમયે તેઓ શરદ પવારના ખાસ ગણાતા હતા. જો કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ એનસીપી છોડીને ભાજપમાં ગયા હતા. તે અજિત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેનો સંપર્ક હોવાનું માનવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">