ખાલિસ્તાની અલગાવવાદી સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનેકે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડી અને સિદ્ધુ મૂઝવાલાની લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. હવે ઈન્ડિયન નેશનલ લોકદળના હરિયાણા રાજ્ય એકમના પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યા કેસમાં બિશ્નોઈ ગેંગનું નામ પણ સામે આવી રહ્યું છે.
ઈન્ડિયન નેશનલ લોકદળના હરિયાણા રાજ્ય એકમના વડા નફે સિંહ રાઠીની ઝજ્જર જિલ્લામાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કર દીધી . પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની ઝજ્જરના બહાદુરગઢ શહેરમાં હુમલાખોરોએ તેમની SUV પર ધડાધડ ગોળીઓ વરસાવી હત્યા કરાઈ છે. રાઠીની સુરક્ષામાં રખાયેલા ત્રણ ખાનગી બંધુકધારી સુરક્ષા જવાનો પણ આ હુમલામા ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં નફેસિંહ રાઠીની હત્યા પાછળ કોન્ટ્રાક્ટ કિલિંગની આશંકા છે. હત્યામાં પ્રોફેશનલ કિલર ગેંગનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને કાલા જાથેડી કાવતરામાં સામેલ હોવાની આશંકા છે.
સમગ્ર મામલાને મિલકત વિવાદ સાથે જોડીને પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, નફે સિંહ રાઠીને છેલ્લા કેટલાક દિવસોથી ધમકીઓ પણ મળી રહી હતી. જેને પગલે હરિયાણા સરકાર સમક્ષ તેમને વધારાની સુરક્ષા આપવાની પણ માગ કરાઈ હતી.
એવું નથી કે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ પહેલીવાર હત્યાના કેસમાં જોડાયું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ સતત ચોથી હત્યાનો મામલો સામે આવ્યો છે. આગળની તમામ હત્યા પણ આ જ પ્રકારે કરવામાં આવી હતી. હત્યાનો આ સતત ચોથો કેસ છે, જે સમાન તર્જ પર આચરવામાં આવ્યો હતો.
આ પહેલા ખાલિસ્તાની અલગતાવાદી સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનેકે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી અને સિદ્ધુ મૂઝવાલાની હત્યાના કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ પણ સામે આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે 21 સપ્ટેમ્બર 2023ના રોજ બિશ્નોઈએ ખાલિસ્તાની અલગતાવાદી સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનાકેની હત્યાની જવાબદારી લીધી હતી. 5 ડિસેમ્બર, 2023ના રોજ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી. 5 ડિસેમ્બરે ગોગામેડીને જયપુરમાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની જવાબદારી બાદમાં બિશ્નોઈ ગેંગના રોહિત ગોદરાએ લીધી હતી.
આ પહેલા, શુભદીપ સિંહ સિદ્ધુની જે સિદ્ધુ મૂસેવાલા તરીકે ઓળખાતો હતો તેની ગયા વર્ષે 29 મે, 2022ના રોજ માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી. લોરેન્સ બિશ્નોઈએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે ઓક્ટોબર 2020માં ગોલ્ડી બરાડના પિતરાઈ ભાઈ ગુરલાલ બરાડની દવિંદર બંબીહા ગેંગ દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ તેની ગેંગ દ્વારા બદલો લેવા માટે આ હત્યા કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે ગુરલાલ બરાડની નજીક હોવાના કારણે તેની હત્યા કરવામાં આવી હતી.
સિધ્ધુ મુસેવાલાની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી શાહરૂખ, ડેની અને અમન નામના ત્રણ શૂટર મોકલવામાં આવ્યા હતા અને આજે જે પ્રકારે નફેસિંહની કાર પર તાબડતોબ ગોળીઓ ચલાવવામાં આવી હતી. એ જ પ્રકારે એ સમયે ગોળીઓ વરસાવામાં આવી હતી. મૂસેવાલાને મારવા માટે તેમણે આ જ પ્રકારે યોજના બનાવી હતી.
પોલીસને આશંકા છે કે નફે સિંહની આ જ રીતે સંપૂર્ણ પ્લાનિંગ સાથે હત્યા કરવામાં આવી હતી અને આમાં એક શૂટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જો કે હાલ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે, પરંતુ તેની પાછળ કોન્ટ્રાક્ટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. અને હત્યાની સ્ટાઈલ સંપૂર્ણપણે લોરેન્સ બિશ્નોઈ ગેંગની છે.
ઈનપુટ મોહિત મલ્હોત્રા