અનિલ ગોયલે કહ્યું કે, જો સમયસર જિનોમ સિક્વન્સિંગની સંખ્યા નહીં વધારવામાં આવે તો આવનારા દિવસોમાં સમસ્યા વધી શકે છે. તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે ભારતમાં જીનોમ સિક્વન્સિંગની ગતિ ઘણી ધીમી પડી છે. આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર દેશમાં સિક્વન્સિંગ માટે 288 સાઇટ્સની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ સિક્વન્સિંગ માટે આમાંના મોટાભાગના રાજ્યોમાંથી પૂરતા સેમ્પલ આવ્યા નથી.
આંકડા શું કહે છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર જાન્યુઆરીમાં 2207, ફેબ્રુઆરીમાં 1321, માર્ચમાં 7806, એપ્રિલમાં 5713, મેમાં 10488, જૂનમાં 12257, જુલાઈમાં 6990 અને ઓગસ્ટમાં 6458 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં 2100 સેમ્પલ અને ત્યાર બાદ ઓક્ટોબરમાં 450 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે આવ્યા છે.
ઘણા રાજ્યોએ સેમ્પલ મોકલ્યા નથી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નિયમો અનુસાર, કુલ ચેપગ્રસ્ત દર્દીઓમાંથી ઓછામાં ઓછા પાંચ ટકા કેસનો જીનોમ સિક્વન્સ હોવો જોઈએ. પરંતુ ભારતમાં આવું થઈ રહ્યું નથી. આ વર્ષે રાજ્ય સરકારોને આવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી કે જીનોમ સિક્વન્સિંગ માટે ચેપગ્રસ્ત સ્થળોએથી 30 નમૂના મોકલવામાં આવે. પરંતુ ઓગસ્ટ મહિનાથી રાજ્યોએ પણ આ દિશામાં બેદરકારી દાખવી છે. માહિતી અનુસાર, ભારતમાં 19 રાજ્યોએ લક્ષ્યાંક મુજબ સેમ્પલ મોકલ્યા નથી.
જીનોમ સિકવન્સમાં કેટલો સમય લાગે છે
નિષ્ણાતોના મતે, એક વાર જીનોમ સિક્વન્સ કરવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગે છે. આ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. તેથી, કોઈ ચોક્કસ જગ્યાએથી જ્યાં ખૂબ ચેપ છે, લગભગ પાંચ ટકા નમૂના એકત્રિત કરવામાં આવે છે.
જીનોમ સિક્વન્સ શું છે
શરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રીને જીનોમ કહેવામાં આવે છે. કોષની અંદર જનીનનું ચોક્કસ સ્થાન અને બે જનીનો વચ્ચેનું અંતર અને તેના આંતરિક ભાગોના વર્તન અને અંતરને સમજવા માટે જીનોમ સિક્વન્સિંગ ઘણી રીતે કરવામાં આવે છે. આ જીનોમમાં થતા ફેરફારો વિશે જણાવે છે. આ ફેરફાર એ પણ જણાવે છે કે તે જૂના વાયરસથી કેટલો અલગ છે.
Published On - 3:37 pm, Fri, 3 December 21