રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: મોરેશિયસ સરકારે હિન્દુ ધર્મના લોકો માટે કરી મોટી જાહેરાત, જાણો
મોરેશિયસ સરકારે શુક્રવારે 12 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ એક મોટી જાહેરાત કરી હતી. ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને કારણે આપવામાં આવ્યો છે. આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે તે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાનું પ્રતિક છે.અભિષેક સમારોહની સાંજે સરયૂ કાંઠે દિવાળી જેવી ઉજવણીનું આયોજન કરવામાં આવશે, દીપોત્સવની સાથે સરયૂ કાંઠે આતશબાજી પણ કરવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તે દરમિયાન, ભારતના મિત્ર દેશ મોરેશિયસે શુક્રવારે (12 જાન્યુઆરી) જાહેરાત કરી હતી કે 22 જાન્યુઆરીએ બે કલાકનો વિરામ રહેશે. મોરેશિયસ સરકારે જાહેરાત કરી હતી કે હિંદુ ધર્મને અનુસરતા સરકારી કર્મચારીઓને આ બ્રેક આપવામાં આવશે. હિન્દુ સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ આ માટે સરકારને વિનંતી કરી હતી.
તાજેતરમાં મોરેશિયસ સનાતન ધર્મ મંદિર ફેડરેશને દેશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથને પત્ર લખ્યો હતો. ફેડરેશને પત્રમાં લખ્યું હતું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દિવસ હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આવી સ્થિતિમાં, 22 જાન્યુઆરીએ સમારોહનું પ્રસારણ જોવા અને ધાર્મિક વિધિઓ કરવા માટે બે કલાકનો વિરામ આપવો જોઈએ.
મોરેશિયસ સરકારે શું કહ્યું?
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટે હિંદુ ધર્મના પબ્લિક અધિકારીઓને સોમવાર (22 જાન્યુઆરી 2024) માટે બપોરે 2 વાગ્યાથી બે કલાકની વિશેષ રજા આપવા માટે સંમત થયા છે. ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને કારણે આપવામાં આવ્યો છે. આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે તે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાનું પ્રતિક છે.
તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો ભાગ લેશે, જેમાં મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ હાજર રહેશે. વિવિધ ક્ષેત્રની મોટી હસ્તીઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસની ટોચના નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
સરયુ કિનારે દિવાળી ઉજવાશે
એક અધિકારીએ કહ્યું કે, અભિષેક સમારોહની સાંજે સરયૂ કાંઠે દિવાળી જેવી ઉજવણીનું આયોજન કરવામાં આવશે, દીપોત્સવની સાથે સરયૂ કાંઠે આતશબાજી પણ કરવામાં આવશે. ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે શુક્રવારે કહ્યું કે 18 જાન્યુઆરીથી અયોધ્યામાં ખાનગી ઈમારતોના નિર્માણ પર પ્રતિબંધ રહેશે. શ્રદ્ધાળુઓને પ્રવાસન સ્થળોની માહિતી આપવા માટે 250 ‘પોલીસ ગાઈડ’ તૈનાત કરવામાં આવશે.
તેમણે એ પણ માહિતી આપી હતી કે ‘ડિજિટલ ટૂરિસ્ટ’ એપ 14 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે અયોધ્યામાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે અને તમામ ઓફિસોમાં વિશેષ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે 16થી 22 જાન્યુઆરી સુધી અયોધ્યાના તમામ મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવશે અને રામકોટમાં બનેલા આંતરરાષ્ટ્રીય મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરીએ કરવામાં આવશે.
આ પણ વાંચો: રામ મંદિર: કોંગ્રેસના ઈનકાર પર બીજેપી ધારાસભ્યએ કહ્યું- ભૂત-પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવે