AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેપાળના પૂરમાં 288 ભારતીય લાપત્તા, ઈશા ફાઉન્ડેશન ગ્રુપના સભ્યોનો સંપર્ક નહીં, MEA એ કરી જાહેરાત

MEA અનુસાર, સરહદની ચીન બાજુ 200 ભારતીય નાગરિકો ફસાયેલા છે, જ્યારે અન્ય 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક તૂટી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.

નેપાળના પૂરમાં 288 ભારતીય લાપત્તા, ઈશા ફાઉન્ડેશન ગ્રુપના સભ્યોનો સંપર્ક નહીં, MEA એ કરી જાહેરાત
| Updated on: Aug 27, 2026 | 5:19 PM
Share

ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે નેપાળ-ચીન સરહદી ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરને કારણે ભારતીય નાગરિકો માટે સર્જાયેલ કપરી પરિસ્થિતિ અંગે અપડેટ આપ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર અસરગ્રસ્ત વ્યક્તિઓને શોધવા માટે નેપાળના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “આ બ્રીફિંગનો હેતુ તમને ભારતીય નાગરિકો સંબંધિત નવીનતમ વિકાસ અને નેપાળમાં દુર્ઘટના પછી અમે હાથ ધરેલા રાહત કાર્યો વિશે અપડેટ કરવાનો છે. જેમ તમે નોંધ્યું હશે, અમારા વડા પ્રધાને ગઈકાલે નેપાળના વડા પ્રધાન સાથે વાત કરી હતી, ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી, નેપાળના લોકો સાથે ભારતની એકતાની પુષ્ટિ કરી હતી અને શક્ય તેટલી માનવતાવાદી સહાયની ઓફર કરી હતી.”

MEA અનુસાર, સરહદની ચીન બાજુ 200 ભારતીય નાગરિકો ફસાયેલા છે, જ્યારે અન્ય 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક તૂટી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.

ઈશા ફાઉન્ડેશન ગ્રુપ સાથે કોઈ સંપર્ક નથી

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈશા ફાઉન્ડેશન ગ્રુપ પણ એવા લોકોમાં સામેલ છે જેઓને હજુ સુધી શોધી શકાયા નથી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેઓ બચાવ અને રાહત કામગીરી પર નેપાળના અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે, અને નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુરવઠો મોકલવામાં આવ્યો છે.

બ્રિફિંગ દરમિયાન, રણધીર જયસ્વાલે સમજાવ્યું કે 288 ભારતીય નાગરિકો જેમની સાથે હજુ સુધી સંપર્ક સ્થાપિત થયો નથી તેમાં ત્રિશુલી 1 પાવર પ્રોજેક્ટ પર કામ કરતા 73 લોકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તમિલનાડુના 37 અને 49 નાગરિકોના બે અલગ અલગ જૂથોનો સમાવેશ થાય છે. જેઓ સમ્રાટ ટ્રાવેલ્સ અને ફ્લાય એવરેસ્ટ ટ્રાવેલ્સ દ્વારા મુસાફરી કરી હતી.

21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા

પશ્ચિમ બંગાળના 32 નાગરિકોનું એક જૂથ, જે સમ્રાટ ટ્રાવેલ્સની મદદથી રસુવા જિલ્લામાં ગયું હતું; વિવિધ રાજ્યોના 61 ભારતીય નાગરિકોનું એક જૂથ, જે રિચા ટુર્સ દ્વારા મુસાફરી કરી હતી, અને કેરળના 33 ભારતીય નાગરિકોનું એક જૂથ સંપર્કથી બહાર છે. બચાવ અને રાહત પ્રયાસો અંગે, જયસ્વાલે જણાવ્યું હતું કે 21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે અને નોંધ્યું છે કે તિબેટમાં આશરે 200 ભારતીયોએ મદદ માંગી છે.

દરમિયાન, બુધવારે નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 270 થયો છે. પોલીસે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે અધિકારીઓ ગુમ થયેલા હજારો લોકોની શોધ માટે યુદ્ધના ધોરણે મોટા પાયે કામગીરીમાં રોકાયેલા છે. તાજેતરના વર્ષોમાં નેપાળમાં આવેલી આ સૌથી ગંભીર આફતોમાંની એક છે.

નેપાળ પોલીસે જણાવ્યું હતું કે બુધવારે આવેલા અચાનક પૂરથી ત્રણ જિલ્લામાં ભારે વિનાશ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ભોટે કોશી નદીમાં અચાનક પૂર બાદ 93 વધુ મૃતદેહો મળી આવ્યા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 270 થયો છે.

નેપાળ પૂરમાં 270 લોકોના મોત

નેપાળ પોલીસના પ્રવક્તા અભિ નારાયણ કાફલેના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં મળી આવેલા મૃતદેહોમાં ચિતવાનના 108, નવલપરાસી પૂર્વના 62, ધાડિંગના 27, ગોરખાના 20, રાસુવાના 17, નવલપરાસી પશ્ચિમના 15, નુવાકોટના 12 અને તનહુનના નવ લોકોનો સમાવેશ થાય છે. કાફલેએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઘાયલો સહિત 800 થી વધુ ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ભૂસ્ખલનથી ભોટે કોશીની ઉપનદી લહેન્ડે નદીનો પ્રવાહ અવરોધાઈ ગયો હતો. પૂરનું પાણી સૌપ્રથમ ચીનની સરહદ નજીક રાસુવાગઢીમાં તૈમુરે પહોંચ્યું હતું. નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનાલે ગુરુવારે જણાવ્યું હતું કે અચાનક પૂર પછી ગુમ થયેલા હજારો લોકોમાં આશરે 300 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ખાનલે એ પણ પુષ્ટિ આપી કે રાસુવા ક્ષેત્રમાં થયેલી આ દુર્ઘટનામાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા, અને હજારો લોકો હજુ પણ ગુમ છે.

તિબેટમાંથી ઉદ્ભવેલ પૂરે નેપાળમાં વેર્યો વિનાશ… જુઓ કુદરતી આફતે સર્જેલ તારાજીના ભયાનક ફોટા

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">