Republic day 2023: ગણતંત્ર દિવસની પરેડ માટે 26 જાન્યુઆરીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? જાણો તેની સાથે જોડાયેલો ઈતિહાસ

|

Jan 26, 2023 | 12:47 PM

ઈતિહાસની વાત કરીએ તો આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી, પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.

Republic day 2023: ગણતંત્ર દિવસની પરેડ માટે 26 જાન્યુઆરીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? જાણો તેની સાથે જોડાયેલો ઈતિહાસ
26th January was chosen for the Republic Parade

Follow us on

વિવિધ ધર્મો, આસ્થાઓ અને સંસ્કૃતિઓના દેશ ભારતમાં દરરોજ કોઈને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે. દરેક ધર્મમાં તહેવારો ઉજવવાની પરંપરા છે, પરંતુ કેટલાક તહેવારો એવા છે, જે દરેક દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ છે અને સમગ્ર દેશમાં આદર અને પ્રેમથી ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી પણ એવો જ એક દિવસ છે, જે દેશનો રાષ્ટ્રીય તહેવાર છે. દેશનો દરેક નાગરિક, પછી ભલે તે કોઈપણ ધર્મ, જાતિ અથવા સંપ્રદાયનો હોય, આ દિવસને રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમથી ઉજવે છે.

ઈતિહાસની વાત કરીએ તો આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી, પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસે, રાજધાનીમાં ફરજ માર્ગ ( રાજપથ) પર આયોજિત મુખ્ય કાર્યક્રમમાં, ભારતની સાંસ્કૃતિક ઝલક સાથે, લશ્કરી શક્તિ અને પરંપરાગત વારસાની ઝાંખી રજૂ કરવામાં આવે છે. ત્યારે આ ઝાંખી માટે આ દિવસ નક્કી કરવામાં કેમ આવ્યો તે જાણવું પણ જરુરી છે.

પરેડ માટે 26મી જાન્યુઆરીનો દિવસ કેમ નક્કી કરાયો?

વિશાળ પરેડ માટે 26મી જાન્યુઆરીનો દિવસ જ કેમ નક્કી કરવામાં આવ્યો આ પ્રશ્ન તમને પણ થતો હશે ને તો આ પરેડ સાથે આસ્થા અને ઈતિહાસ બન્ને જોડાયેલો છે. કેહવાય છે કે પહેલી પરેડ નીકળી તે પહેલા પણ 26 જાન્યુઆરીનો દિવસ મનાવવામાં આવતો હતો. ત્યારે વાત છે 1929 થી 1930 વચ્ચેની જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો. જે સમયે ના તો દેશ આઝાદ થયો હતો ના દેશનું વિભાજન. ત્યારે લાહોરમાં કોંગ્રેસના અધિવેશનમાં નવા સપનાની તારીખ નક્કી કરાઈ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

અંગ્રેજી હુકુમતની વિરુદ્ધ મોટી લડાઈનું આવાહન કરવામાં આવી રહ્યું હતુ. ત્યારે 31 ડિસેમ્બરની અડધી રાતે અંગ્રેજોને 26મી જાન્યુઆરી સુધીમાં ભારતને આઝાદ કરી દેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. અને જો અંગ્રેજોએ 26 જાન્યુઆરી સુધી દેશ આઝાદ ન કરે તો 26 મી જાન્યુઆરીના આ દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવશેનું નક્કી કરવામાં આવ્યુ . અંગ્રેજોએ આ પ્રસ્તાવની માંગ પર કોઈ ધ્યાન ન આપ્યુ. જે બાદ આઝાદીના 70 વર્ષ પહેલા જે પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાની શરુઆત થઈ એ દેશ માટે મોટો ઉત્સવ બની ગયો.

સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીએ લોકો મેદાને ઉતરી આવ્યા સરઘસ કાઢ્યા ઢોલ નગારા સાથે ઉત્સવ મનાવ્યો, રેલી કાઢી જે એટલી વિશાળ હતી જેને જોઈને અંગ્રેજો ડરી ગયા. જે બાદ 15 ઓગસ્ટ 1947 જે દિવસ આવ્યો કે ભારતને આઝાદી મળી ગઈ. તે બાદ પૂર્ણ સ્વરાજરુપમાં ઉજવાયેલ તે 26મી જાન્યુઆરીનો આ દિવસ 1950માં બદલાઈને ગણતંત્ર દિવસ બની ગયો. તે દિવસની સવારે 10:18 એ ભારત સરકારનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું. જે ભારતનું સંવિધાન હાથથી લખવામાં આવ્યુ છે જેની એક કોપી સંસદની લાઈબ્રેરીમાં છે. 26મી જાન્યુઆરી 1950માં પહેલો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દિવસે પહેલા રાષ્ટ્રપતિના રુપમાં રાજેન્દ્ર પ્રસાદે શપથ લીધા. જે બાદ તેમનો કાફિલો રાષ્ટ્રપતિ ભવનથી ઉર્વીન સ્ટેડિયમ પહોંચ્યો. ત્યારે આ જ મેદાન હતુ જ્યાં દેશની પહેલી પરેડ થઈ.

દેશ અને વિશ્વના ઈતિહાસમાં 26 જાન્યુઆરીની તારીખે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

26 જાન્યુઆરીનો ઇતિહાસ

1556: મુગલ સમ્રાટ હુમાયુ સીડી પરથી પડીને મૃત્યુ પામ્યો.

1930: બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં પ્રથમ વખત સ્વરાજ દિવસની ઉજવણી કરવામાં આવી.

1931: મહાત્મા ગાંધીને ‘સવિનય અવજ્ઞા ચળવળ’ દરમિયાન બ્રિટિશ સરકાર સાથે વાતચીત માટે મુક્ત કરવામાં આવ્યા હતા.

1950: સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારપછી આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.

1950: સી. ગોપાલાચારીએ ભારતના છેલ્લા ગવર્નર જનરલનું પદ છોડી દીધું અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો.

1950: અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યો.

1950: 1937માં સ્થપાયેલી ફેડરલ કોર્ટ ઓફ ઈન્ડિયાને ભારતની સર્વોચ્ચ અદાલત બનાવવામાં આવી.

1957: જમ્મુ અને કાશ્મીરની ભારતીય બાજુને ઔપચારિક રીતે ભારતનો ભાગ બનાવવામાં આવ્યો.

1963: કપાળ પર મુગટ જેવા ક્રેસ્ટ અને સુંદર પીંછાવાળા મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યો.

1972: દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય સ્મારક અમર જવાન જ્યોતિનું ઉદ્ઘાટન.

1981: વાયુદૂત એર સર્વિસની શરૂઆત.

1982: ભારતીય રેલ્વેએ પ્રવાસીઓને તેમની ટ્રેનની મુસાફરી દરમિયાન શાહી અને વૈભવી અનુભવ પ્રદાન કરવા માટે પેલેસ ઓન વ્હીલ્સ સેવા શરૂ કરી.

2001: ગુજરાતના ભુજમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, હજારો લોકો માર્યા ગયા.

2008: પ્રજાસત્તાક દિવસના અવસર પર, દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પરેડની સલામી લીધી. એન.આર નારાયણમૂર્તિને ફ્રાંસ સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ લીજન ઓફ અવર’ એનાયત કરવામાં આવ્યો હતો.

Published On - 12:44 pm, Thu, 26 January 23

Next Article