Mumbai News: મુંબઈના નાલાસોપારામાં હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અહીંથી 5 તલવાર, 4 ખંજર અને 18 છરી જેવા ઘાતક હથિયારો મળી આવ્યા છે. વાસ્તવમાં 3 ઓગસ્ટના રોજ એક વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વીડિયોમાં એક છોકરો હાથમાં તલવાર લઈને લોકોને ધમકાવી રહ્યો છે. અહીં-ત્યાં લહેરાતા અને આવતા-જતા લોકોને ધમકાવી રહ્યો હોવાનું વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું હતુ જે બાદ વીડિયો વાયરલ થયો હતો અને તે વીડિયોના આધારે પોલીસે તે યુવકની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ કેટલાક લોકોએ આ છોકરાના કૃત્યનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ પછી, પોલીસ ઊંઘમાંથી જાગી અને આ છોકરાની શોધખોળ શરૂ કરી, તો જાણવા મળ્યું કે તેના 2 વધુ સાથી છે, જેમની પાસે મોટી સંખ્યામાં હથિયારો હતા. આ પછી પોલીસે દરોડો પાડીને 5 તલવાર, 4 ખંજર, 18 ચાકુ જેવા ઘાતક હથિયારો જપ્ત કર્યા હતા. આ સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ સાહિલ સરવા (22) અને વિનોદ નાગર (32) તરીકે થઈ છે. આ સાથે એક બોલેરો પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર વીડિયોમાં તલવાર લઈને ફરતો આરોપી પણ ઓળખાઈ ગયો છે અને તેને પકડવા માટે એક ટીમ ગુજરાત રવાના થઈ ગઈ છે. તેની ધરપકડ બાદ વધુ હથિયારો મળવાની શક્યતા છે.
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વસંત લબડેએ જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 4, 25 અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 37(1), (3) 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે તલવારની ધાકે લોકોને ધમકાવતા અને તલવાર લઈને નાસતા ફરતા આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે અને તેને પકડવા માટે એક ટીમ ગુજરાત રવાના થઈ ગઈ છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ઉંઘમાંથી જાગી અને તેને શોધવા લાગી તો જાણવા મળ્યું કે તેના 2 વધુ સાથીઓ છે, જેમની પાસે મોટી સંખ્યામાં હથિયારો છે.
જો કે મુંબઈમાં ઘણા એવા લોકો છે જે આ રીતનુ કામ કરીને લોકોને ડરાવતા ધમકાવતા રહે છે ત્યારે હવે મુંબઈ પોલીસ તેને લઈને સતર્ક બની છે અને ઠેર ઠેર છાપામારી શરુ કરીને લોકોની ધરપકડ કરી રહી છે