AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામનામાં શિવસેનાએ ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ “ઓવૈસી ભાજપના ‘અન્ડરગાર્મેન્ટ’ છે “

રાયબરેલીમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવામાં આવ્યા હતા. જેને લઈને શિવસેનાએ (Shiv Sena) સામનામાં લખ્યુ કે, હિન્દુ-મુસ્લિમ, હિન્દુસ્તાન-પાકિસ્તાન, કહીને બળતા પર ઘી હોમવાથી ધાર્મિક તણાવ વધે છે, આવું ષડયંત્ર હંમેશા રચવામાં આવ્યુ છે."

સામનામાં શિવસેનાએ ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ ઓવૈસી ભાજપના 'અન્ડરગાર્મેન્ટ' છે
Sanjay Raut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 5:14 PM
Share

Maharashtra : શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ તંત્રીલેખમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસી અને તેની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. એટલુ જ નહી શિવસેનાએ ઓવૈસીને ભાજપના ‘અન્ડરગાર્મેન્ટ’ (Undergarment) પણ ગણાવ્યા છે.

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, ઓવૈસી ભાજપની સફળ યાત્રાના આર્કિટેક્ટ રહ્યા છે. ઓવૈસીનું રાજકારણ ચાલ્યું, તેથી બિહારમાં તેજસ્વીની સરકાર બની શકી નહીં. પરંતુ પશ્ચિમ બંગાળના (West Bengal) લોકો બુદ્ધિશાળી હતા, તેથી મમતા બેનર્જી જીતી શક્યા.ઉપરાંત લખ્યુ કે, હવે ઓવૈસી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સક્રિય બન્યા છે.

ભારતીય જનતા પાર્ટીના પડદા પાછળના સુત્રધાર અસદુદ્દીન ઓવૈસી

સામના મુખપત્રમાં ઓવૈસી અને ભાજપની રાજનીતિને તોડ-ફોડની રાજનીતિ કહેવામાં આવી છે. સામનામાં લખ્યું છે કે, ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી થાય ત્યાં સુધી શું કરવામાં આવશે, તે કહી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટીની સફળ યાત્રાના પડદા પાછળના સુત્રધાર અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)અને તેમનો પક્ષ તેમનું સર્વશ્રેષ્ઠ કાર્ય કરી રહ્યો હોય તેમ લાગે છે. ઓવૈસી મહાશયે ઉત્તરપ્રદેશની ચૂંટણીના પ્રસંગે જાતિ, ધાર્મિક દ્વેષ પેદા કરવાની તમામ તૈયારીઓ કરી લીધી હોય તેવુ લાગી રહ્યુ છે.

ઓવૈસી આવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાવ્યા

શિવસેનાએ સામનાના તંત્રીલેખમાં આગળ લખ્યું છે કે, “બે દિવસ પહેલા પ્રયાગરાજથી લખનૌ જતા રસ્તામાં ઓવૈસીના સમર્થકો રસ્તા પર ભેગા થયા અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના (Pakistan Zindabad) નારા લગાવ્યા. આટલા દિવસોથી ઉત્તરપ્રદેશમાં આવા સૂત્રોની વિગતો નોંધવામાં આવતી નથી, પરંતુ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રસંગે ઓવૈસી ઉશ્કેરણીજનક ભાષણો આપતા જોવા મળી રહ્યા છે, તે પોતાના નિરંકુશ સમર્થકોને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ કહેવા માટે શું ઉશ્કેરે છે ? શું સૂત્રોચ્ચાર શરૂ કરે છે, આ સમગ્ર બાબત આયોજિત સ્ક્રિપ્ટ જેવી લાગે છે.

કટ્ટરતા વધારવી અને વિજય મેળવવોએ ઓવૈસીની રણનિતી

બિહાર અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ઓવૈસીએ જે પ્રકારની રાજનીતિ રમી હતી તેની ટીકા કરતા સામનામાં લખવામાં આવ્યુ છે કે, “ઓવૈસી બંગાળમાં પણ આવી જ ગંદી રાજનીતિ કરી રહ્યા હતા. તેમણે મમતા બેનર્જીની (Mamata Banerjee) હાર માટે મુસ્લિમોને ઉશ્કેરવાના તમામ પ્રયત્નો કર્યા. પણ બંગાળમાં હિન્દુઓ અને મુસ્લિમો વગેરેએ મમતા બેનર્જીને ખુલ્લેઆમ મત આપ્યો અને ઓવૈસીની ગંદી રાજનીતિને (Politics) સ્પષ્ટપણે ફગાવી દીધી.બિહારમાં ઓવૈસીએ કરેલા દુષ્કર્મને કારણે તેજસ્વી યાદવ નાના અંતરથી હારી ગયા. જો ઓવૈસીએ કૂદકો માર્યો ન હોત તો બિહારમાં સત્તાની કમાન તેજસ્વી યાદવના હાથમાં હોત.પરંતુ કટ્ટરતા વધારવી અને વિજય મેળવવોએ ઓવૈસીની રણનિતી રહી છે.

આ પણ વાંચો: ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ ને કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

આ પણ વાંચો:  લો બોલો ! આ યુવક અંધારામાં ભૂત બનીને લોકોને ડરાવતો હતો, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ

g clip-path="url(#clip0_868_265)">