જામીન કે જેલ ? રાણા દંપતિની જામીન અરજી પર આજે નિર્ણય, મુંબઈની સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી

|

Apr 30, 2022 | 4:59 PM

રાણા દંપતીની જામીન અરજી પર આજે (30 એપ્રિલ શનિવાર) મુંબઈ સેશન કોર્ટમાં (Mumbai Sessions Court) સુનાવણી ચાલી રહી છે. જામીન અરજીનો વિરોધ કરતા સરકારી વકીલો તેમની દલીલો રજૂ કરી રહ્યા છે.

જામીન કે જેલ ? રાણા દંપતિની જામીન અરજી પર આજે નિર્ણય, મુંબઈની સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
Navneet Rana & Ravi Rana

Follow us on

અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની જામીન અરજી પર આજે (30 એપ્રિલ શનિવાર) મુંબઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મુંબઈ સેશન્સ કોર્ટ (Mumbai Sessions Court) આજે રાણા દંપતીના જામીન પર ચુકાદો આપવા જઈ રહી છે. રાણા દંપતીને રાહત મળે છે કે પછી જેલમાં રહેવું પડે છે તે જોવાનું રહ્યું. એડવોકેટ રિઝવાન મર્ચન્ટ અને આબાદ પોંડા રાણા દંપતી વતી દલીલો રજૂ કરી રહ્યા છે, જ્યારે મુંબઈની ખાર પોલીસ તરફથી સરકારી વકીલ પ્રદીપ ઘરત જામીન અરજીનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં, નવનીત રાણા મુંબઈની ભાયખલા જેલમાં છે અને રવિ રાણા નવી મુંબઈના તલોજામાં છે. નવનીત રાણા પર IPCની કલમ 124-A હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રાણા દંપતીના વકીલે કહ્યું કે રાણા દંપતી માત્ર સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈપણ ધાર્મિક પુસ્તક વાંચવું એ ગુનો કેવી રીતે હોઈ શકે? લંડન બ્રિજ પર પણ ધાર્મિક પુસ્તક વાંચવું એ ગુનો નથી, તો માતોશ્રીની બહાર ધાર્મિક પુસ્તક વાંચવું તે ગુનો કેવી રીતે છે. રાણા દંપતીએ કાયદો અને વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે તેમના કાર્યકરોને અમરાવતીથી મુંબઈ આવવા માટે રોક્યા હતા. જ્યારે પોલીસે તેમને ઘરની બહાર નીકળવાની મનાઈ કરી હતી ત્યારે રાણા દંપતી ઘરની બહાર પણ નહોતું નીકળ્યું. માત્ર પોલીસ દ્વારા મોકલવામાં આવેલી 149ની નોટિસનો ભંગ કરવો તે કેવી રીતે રાજદ્રોહ ગણી શકાય?

સરકારી વકીલ જામીન આપવાનો વિરોધ કરી રહ્યા છે

સરકારી વકીલ પ્રદીપ ઘરતે રાણા દંપતીના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે મામલો એટલો સીધો અને સરળ નથી જેટલો કહેવામાં આવી રહ્યો છે. રાણા દંપતીનો હેતુ માત્ર હનુમાન ચાલીસા વાંચવાનો ન હતો. કાયદો અને વ્યવસ્થાને ખોરવીને ઠાકરે સરકાર સામે પડકાર રજૂ કરવાનો હતો. રાણા દંપતી રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારના અસ્તિત્વને પડકારવાનું કાવતરું ઘડી રહ્યા હતા. જ્યારે પોલીસે તેમને કલમ 149 હેઠળ નોટિસ આપીને તેમને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જીદ છોડી દેવા કહ્યું હતું, ત્યારે રાણા દંપતી શા માટે સંમત ન થયા? એટલા માટે કે તેઓ અરાજકતાની સ્થિતિ ઊભી કરવા માંગતા હતા.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

સરકારી વકીલ પ્રદીપ ઘરત કહી રહ્યા છે કે, જો કોર્ટ રાણા દંપતીને જામીન આપશે તો તેઓ ફરીથી સમાજમાં તણાવ પેદા કરશે. પ્રદીપ ઘરતે જણાવ્યું હતું કે રવિ રાણા સામે 17 કેસ છે અને નવનીત રાણા સામે 6 કેસ નોંધાયેલા છે. જો તેઓ બહાર આવશે તો કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડશે. તેથી તેમને જામીન ન મળવા જોઈએ.

આ પણ વાંચો : Maharashtra: રાણા દંપતીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, 29 એપ્રિલે જામીન અરજી પર સુનાવણી

Next Article