AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : 24 વર્ષના યુવકે 20 વર્ષની યુવતી સાથે રિક્ષામાં કર્યો રેપ, 2 મહિના બાદ UPથી પકડાયો આરોપી

UP News : 20 વર્ષની રેપ પીડિતાના જણાવ્યા મુજબ, 17 મે, 2023ના રોજ સાંજે 4 વાગ્યે નવી મુંબઈના સીબીડી બેલાપુરથી ગોરેગાંવ પરત ફરતી વખતે ઓટો ચાલકે બાથરૂમ જવાના બહાને આરેના જંગલમાં ઓટો રોકી હતી.

Mumbai : 24 વર્ષના યુવકે 20 વર્ષની યુવતી સાથે રિક્ષામાં કર્યો રેપ, 2 મહિના બાદ UPથી પકડાયો આરોપી
Mumbai Shocker Woman Raped Threatened
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 9:45 AM
Share

Mumbai News : મુંબઈમાં 2 મહિના પહેલા રિક્ષામાં રેપની ચોંકવનારી ઘટના સામે આવી હતી. એક 24 વર્ષના યુવકે 20 વર્ષની યુવતી સાથે રેપ કર્યો હતો. આ ઘટના બાદ જે આરોપી ફરાર થયો હતો, તેની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રેપ કેસમાં પકડાયેલા આરોપીનું નામ ઈન્દ્રજીત સિંહ છે. તેની યુપી પોલીસ (Mumbai Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

20 વર્ષની રેપ પીડિતાના જણાવ્યા મુજબ, 17 મે, 2023ના રોજ સાંજે 4 વાગ્યે નવી મુંબઈના સીબીડી બેલાપુરથી ગોરેગાંવ પરત ફરતી વખતે ઓટો ચાલકે બાથરૂમ જવાના બહાને આરેના જંગલમાં ઓટો રોકી હતી. મહિલાનું ગળું દબાવીને તેને ચૂપ કરી હતી પછી તેનો રેપ કર્યો હતો. રેપ બાદ લાત મારી અને કોઈને ન કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર: તુલજા ભવાની મંદિરમાં ગયા વર્ષની સરખામણીએ બમણો ચઢાવો અર્પણ થયો, જાણો કારણ

2 મહિના બાદ UPથી પકડાયો આરોપી

આ પણ વાંચો : ભારતનું લોકપ્રિય હિલ સ્ટેશન, ચોમાસામાં અહીંનુ પ્રાકૃતિક સૌદર્ય તમારું મન મોહી લેશે, જુઓ Photos

બળાત્કાર બાદ આરોપીએ મહિલાને લાતો અને મુક્કાઓ વડે માર માર્યો હતો અને આ ઘટના અંગે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી.આ ઘટના 17 મેના રોજ બની હતી, પરંતુ મારપીટ અને ધમકીઓને કારણે મહિલાએ ડરના કારણે કોઈને કહ્યું ન હતું. 20 વર્ષીય પીડિતાને માર મારવાને કારણે તેના ટાંકા તૂટી ગયા હતા અને તેને ખૂબ લોહી વહી રહ્યું હતું.

જ્યારે પરિવારના સભ્યોએ મહિલા પર દબાણ કરીને આ અંગે પૂછ્યું તો મહિલાએ પરિવારના સભ્યોને માત્ર છેડતીની વાત કહી હતી. પરિવારના સભ્યો મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યારબાદ જ્યારે પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો મહિલાએ આખી વાત જણાવી હતી. આ યુવતી CBD બેલાપુર નવી મુંબઈથી ગોરેગાંવ આવી રહી હતી.

આ પણ વાંચો : Ajit Pawar Family Tree : બે પુત્રો અને ઉદ્યોગપતિ મોટા ભાઈ પત્ની પણ રાજકીય પરિવારમાંથી આવે છે, આવો છે અજિત પવારનો પરિવાર

છેવટે 6 જુલાઈ, 2023ના રોજ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે આરોપી ઉત્તરપ્રદેશ ભાગી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના જ સાથીઓની મદદ લીધી, પહેલા તેને બહાને મુંબઈ બોલાવ્યો અને આરોપી મુંબઈ પહોંચતા જ આરે પોલીસે તેની ધરપકડ કરી.આરોપી વિરુદ્ધ કલમ 376, 354 B 509, 323, 506 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">