Gandhinagar : રાજ્યમાં વાહનોને સ્ક્રેપ કરવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે, માત્ર સરકાર માન્ય રજીસ્ટર્ડ સ્ક્રેપીંગ ફેસીલિટીમાં સ્ક્રેપ કરી શકાશે
Gandhinagar: 15 વર્ષ જૂના વાહનો આપની પાસે છે તો તેના સ્ક્રેપીંગ રજિસ્ટ્રેશન અને સ્ક્રેપિંગ કાર્યપદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો આપની પાસે 15 વર્ષ જૂના વાહનો હોય તો તેનો ફિટનેસ ટેસ્ટ કરાવી લેજો નહીં તો સરકાર ભંગારવાડે મોકલી દેશે.
પહેલી એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં નવી સ્ક્રેપ પોલિસી અમલી કરી દેવાઈ છે. . જેને જોતા ગુજરાતમાં 15 વર્ષ જૂના હેવી મોટર વ્હીલક જો ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય તો તેને સરકાર ભંગારવાડે મોકલવાની તૈયારી કરી રહી છે. જૂના વાહનો જે પ્રદૂષણ ફેલાવતા હોવાથી સરકાર કોઈપણ સંજોગોમાં આ વાહનોને રસ્તા પરથી દૂર કરવા માગે છે. દેશને પ્રદૂષણમાંથી બચાવવા સરકાર આ સ્ક્રેપ પોલિસી લાવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપિંગ રજિસ્ટ્રેશનના નિયમો કર્યા જાહેર
15 વર્ષ જૂના વાહનો પ્રદૂષણ વધુ ફેલાવતા હોવાથી સરકાર આ વાહનોને દૂર કરવા માગે છે. ત્યાકે કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્યપદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અંતર્ગત રાજ્યમાં રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસિલીટી દ્વારા સ્ક્રેપ કરી શકાશે. જે માટે https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml પર અરજી કરવાની રહેશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. આ જૂના વાહનો માત્ર સરકાર માન્ય રજીસ્ટર્ડ સ્ક્રેપિંગ ફેસિલીટીમાં સ્ક્રેપ કરી શકાશે.
1લી એપ્રિલથી નવી સ્ક્રેપ પોલિસી કરાઈ અમલી
નોંધનીય છે કે ગત વર્ષે રાજ્ય સરકાર દ્નાર વ્હીકલ સ્ક્રેપીંગ અંગેની પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેનું અસરકારક અમલીકરણ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં 15 વર્ષ જૂના ટ્રક સહિતના હેવી મોટર વ્હીકલ કોમર્શિયલ વાહનો ભંગારવાડે જશે. આ તમામ વાહનોએ ફિટનેસ સેન્ટરમાં જઈને ચકાસણી કરીને સર્ટિફિકેટ મેળવવુ પડશે. રાજ્યમાં 20 લાખ જૂના વાહનો છે. જેમા આઈસર, ટ્રક, ટેમ્પો, લક્ઝરી બસ સહિત હેવી કોમર્શિયલ વાહનો છે.
રાજ્યમાં 20 લાખ 15 વર્ષથી જૂના વાહનો
રાજ્યમાં 20 લાખ વાહનોની ચકાસણી સામે 100 ફિટનેસ સેન્ટરની જરૂરિયાત છે જે હાલ ચાર ફિટનેસ સેન્ટર શરૂ થયા છે. ત્યારે લોકોને લાંબી લાઈનમાં ઉભુ રહેવુ ન પડે અને અગવડ ન પડે તે માટે વાહન વ્યવહારની કચેરી દ્વારા સ્ક્રેપિંગ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : દરેક જિલ્લામાં સ્ક્રેપ વાહન કેન્દ્ર ખોલશે સરકાર, નવી ગાડી ખરીદવા પર મળશે આ ફાયદા
પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનોને પગલે નવી પોલિસી અમલી કરાઈ છે. 15 વર્ષ ખખડધજ બનેલા જૂના વાહનો પર પ્રતિબંધ લાદવાથી વાયુ પ્રદૂષણ ઓછુ થશે. હાલ રાજ્યમાં ખેડા અને ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડને મંજૂરી આપવામાં આવી છે.
With Input- Kinjal Mishra- Gandhinagar
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો