દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર મુસાફરો ડૂબી ગયા હતા. માહિતી મળતાની સાથે જ રાહત ટુકડીઓ સ્થળ પર પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે બોટમાં કેટલા લોકો હતા.
પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ તરત જ કેટલાક લોકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 101 લોકોને બચાવી લેવાય છે.
આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે, તો 101 લોકોને બચાવી લેવાયાનું જણાવ્યું છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ બોટ ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા તરફ જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કેટલાક પ્રવાસીઓ બોટમાં એલિફન્ટા તરફ જઈ રહ્યા હતા. જેવી તેમની બોટ કિનારેથી નીકળીને લગભગ 50 મીટર અંદર ગઈ ત્યારે અચાનક તેમની બોટ બીજી બોટ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં નાની બોટને નુકસાન થયું હતું અને તે ડૂબવા લાગી હતી. યોગાનુયોગ એ જ સમયે એક મોટી બોટ ત્યાં પહોંચી અને ડૂબતી બોટમાંથી કેટલાક મુસાફરોને બચાવ્યા હતા. તેઓને મોટી બોટમાં બેસાડવામાં આવ્યા. જેના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. દરમિયાન ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે હાજર પોલીસ બોટ અને અન્ય બોટ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બોટ સહિત ડૂબી રહેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
8.15pm | 18-12-2024Nagpur.
LIVE | Media interaction#Maharashtra #Nagpur https://t.co/EOJgVKZNXX
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 18, 2024
Published On - 7:30 pm, Wed, 18 December 24