AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચંપત રાયે કેમ ધારણ કર્યું ‘મૌન’ ? કહ્યું, “સમય આવશે ત્યારે એક-એક સત્ય ઉજાગર કરીશ, ત્યાં સુધી…”

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે રામ ભક્તોના નામે એક પત્ર લખીને પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Breaking News: ચંપત રાયે કેમ ધારણ કર્યું 'મૌન' ? કહ્યું, સમય આવશે ત્યારે એક-એક સત્ય ઉજાગર કરીશ, ત્યાં સુધી...
| Updated on: Jul 07, 2026 | 7:22 PM
Share

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. ચંપત રાયે રામ ભક્તોના નામ લખેલા એક પત્રમાં કહ્યું છે કે, તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, SIT નો ફાઈનલ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે, તે આવ્યા બાદ હું દરેક સવાલનો જવાબ આપીશ.

ચંપત રાયે પત્રમાં લખ્યું છે કે, SIT નો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મેં મૌન ધારણ કર્યું છે. ચઢાવા ચોરીને લઈને મારા પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. મને સંસ્થા દ્વારા ઓક્ટોબર 1991માં અયોધ્યા મોકલવામાં આવ્યો હતો. મારું પ્રચારક જીવન 45 વર્ષથી છે, હું જ્યાં પણ રહ્યો છું, મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે.

‘ગોપનીય રિપોર્ટ સાર્વજનિક થઈ ચૂકી છે’

ચંપત રાયે SIT ના રિપોર્ટને અત્યંત ગોપનીય ગણાવતા કહ્યું કે, હવે તે સાર્વજનિક થઈ ચૂકી છે. જો કે, આ ‘અત્યંત ગોપનીય’ હતી. હું આપ સૌને આશ્વાસન આપું છું કે, SIT નો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જે મુદ્દાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, તે તમામ પર હું જવાબ આપીશ, તમામ સત્ય સામે આવી જશે.

સોમવારે ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી

એક દિવસ પહેલા ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી, જેમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું હતું. ટ્રસ્ટની મીટિંગમાં જોડાયેલ લોકોએ કહ્યું કે, ચઢાવા ચોરીના આરોપોને કારણે બદનામી સહન કરવી પડી રહી છે. તેની સત્યતા સામે આવવી જોઈએ અને દોષિતોને કડક સજા પણ મળવી જોઈએ. ટ્રસ્ટે SIT ના રિપોર્ટની રાહ જોતા આગામી બેઠક 22 જુલાઈના રોજ બોલાવી છે.

SIT એ રિપોર્ટમાં ખામીઓ ગણાવી

SIT નો જે વચગાળાનો રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં ચઢાવાથી લઈને વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) સુધીની ઘણી ખામીઓ ગણાવવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મંદિર વ્યવસ્થાપન તરફથી SOP નું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી.

સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન જે CCTV ફૂટેજ મળ્યા તે ચોંકાવનારા હતા. ચઢાવાની ગણતરીમાં લાગેલા ઘણા કર્મચારીઓ પોતાના ખિસ્સા અને મોજાંમાં પૈસા રાખીને જતા જોવા મળ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું– હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">