Monsoon In Maharashtra: કેરળ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસું જલ્દી પહોચશે! ત્રણ-ચાર દિવસ બાદ મુશળધાર વરસાદ

|

May 29, 2022 | 3:40 PM

મુંબઈમાં (Mumbai) આજે સવારથી જ કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો હતો. હાલમાં અહીં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ છે. ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. આગામી બે-ત્રણ દિવસ સુધી કોંકણ, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.

Monsoon In Maharashtra: કેરળ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસું જલ્દી પહોચશે! ત્રણ-ચાર દિવસ બાદ મુશળધાર વરસાદ
Monsoon
Image Credit source: PTI

Follow us on

ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી લગભગ સાચી સાબિત થઈ છે. આગાહીના બરાબર ત્રણ દિવસ પહેલા એટલે કે આજે (29 મે, રવિવાર) ચોમાસાએ કેરળમાં જોરદાર એન્ટ્રી (Monsoon arrived in Kerala) કરી છે. હવે આગામી ચાર-પાંચ દિવસમાં હવામાન વિભાગે (IMD) કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરી છે. આ દરમિયાન, મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસ માટે પ્રી-મોન્સૂન વરસાદ (Rain in Maharashtra) નું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. પ્રિ-મોન્સૂન વરસાદ માટે કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વાતાવરણ સર્જાયું છે. આકાશમાં વાદળો છે, ભેજ વધ્યો છે. તાપામાન ઓછું અને વધુ થઈ રહ્યું છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે હવામાન વિભાગે ચોમાસું વહેલું આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. સમય પહેલાં જ ચોમાસાએ 16 મેના રોજ આંદામાન અને નિકોબારમાં દસ્તક આપી હતી. તેણે રવિવારે કેરળને પણ આવરી લીધું હતું. 29 મેથી 1 જૂન સુધી કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. 30મી મેના રોજ લક્ષદ્વીપમાં ભારે વરસાદ થશે. કેરળમાં ચોમાસા પહેલા પણ ભારે વરસાદ થયો છે. કેરળ ઉપરાંત બિહાર અને ઝારખંડમાં આજે ઘણી જગ્યાએ મુશળધાર વરસાદની સંભાવના છે.

મુંબઈમાં સવારે વરસાદ પડ્યો, આગામી બે દિવસ વિદર્ભ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ થશે

આજે સવારથી મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં અહીં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ છે. તાપમાનમાં પણ વધારો થયો છે. વાતાવરણમાં ભેજમાં 60 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આગામી બે-ત્રણ દિવસ સુધી કોંકણ, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. છેલ્લા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્રના કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં હવામાન અત્યાર સુધી શુષ્ક રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

હાલ મહારાષ્ટ્રમાં હવામાનની સ્થિતિ આવી છે

શુક્રવારે વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મધ્ય મહારાષ્ટ્ર, કોંકણમાં પણ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયું છે. મરાઠવાડામાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ હતું. એટલે કે રાજ્યભરમાં ભેજનું પ્રમાણ વધ્યું છે પરંતુ હજુ તાપમાનમાં ખાસ ઘટાડો થયો નથી.

Next Article