Maharashtra Corona Reports: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના BA 4 અને 5 સબ વેરિએન્ટના કેસ આવ્યા સામે, પૂણેમાં 7 દર્દી મળ્યા
મહારાષ્ટ્ર માટે રાહતની વાત એ છે કે શુક્રવારની જેમ શનિવારે પણ કોરોનાથી એક પણ મોત નથી થયું. રાજ્યમાં મૃત્યુ દર 1.87 ટકા છે. એટલે કે, કોરોનાને કારણે મૃત્યુના કિસ્સામાં દેશની સ્થિતિની તુલનામાં મહારાષ્ટ્રની સ્થિતિ ઘણી રાહતદાયક છે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના (Corona) 500થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે પ્રથમ વખત BA 4 વેરિયન્ટના 4 અને BA 5 વેરિયન્ટના 3 દર્દીઓ સામે આવ્યા છે. બીએ વેરિઅન્ટના આ સાત દર્દીઓ પૂણે શહેરમાંથી મળી આવ્યા છે. જેમાંથી ચાર પુરુષો અને ત્રણ મહિલાઓ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના તમામ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. માસ્કને લઈને પણ નિયમો દૂર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કોરોનાના આ વધતા ખતરાએ ફરી ચિંતા વધારવાનું શરૂ કર્યું છે. શનિવારે રાજ્યમાં 529 નવા કેસ નોંધાયા હતા, જોકે 325 લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા હતા.
શનિવારે એકસાથે બીએ વેરિઅન્ટના સાત દર્દીઓ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ દર્દીઓએ એન્ટી-કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધા છે. આમાંથી માત્ર એક 9 વર્ષનું બાળક છે, જેણે રસી લીધી નથી. જોકે રાહતની વાત એ છે કે આ સાત દર્દીઓમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. તમામ દર્દીઓને તેમના ઘરે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
રાહતની વાત એ છે કે આજે પણ કોઈનું મૃત્યુ થયું નથી
મહારાષ્ટ્ર માટે રાહતની વાત એ છે કે શુક્રવારની જેમ શનિવારે પણ કોરોનાથી એક પણ મોત નથી થયું. રાજ્યમાં મૃત્યુ દર 1.87 ટકા છે. એટલે કે, કોરોનાને કારણે મૃત્યુના કિસ્સામાં દેશની સ્થિતિની તુલનામાં મહારાષ્ટ્રની સ્થિતિ ઘણી રાહતદાયક છે. દેશમાં છેલ્લા એક દિવસમાં 33 મોત નોંધાયા છે. ગઈકાલે પણ કોરોનાથી 14 મોત થયા હતા. તેની સરખામણીમાં મહારાષ્ટ્રમાં શુક્રવારે મૃત્યુઆંક શૂન્ય હતો અને શનિવારે પણ શૂન્ય હતો.
મુંબઈ અને પૂણેમાં ખતરો ઝડપથી વધી રહ્યો છે
જો આ સમયે મહારાષ્ટ્રમાં સક્રિય કોરોના દર્દીઓની વાત કરીએ તો સૌથી વધુ સંખ્યા મુંબઈની છે અને તેના પછી પૂણેનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં હાલમાં 2,772 સક્રિય કોરોના દર્દીઓ છે. તેમાંથી 1,929 દર્દીઓ મુંબઈના અને 318 દર્દીઓ પૂણેના છે. દેશની સ્થિતિ પર નજર કરીએ તો આ સમયે સક્રિય કોરોના કેસ 16 હજારને પાર કરી ગયા છે.
દેશમાં અને મહારાષ્ટ્રમાં કેટલા દર્દીઓ કોરોનાથી સાજા થયા
મહારાષ્ટ્રમાં શનિવારે 325 લોકો કોરોનાથી સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 77,34,734 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આ રીતે રાજ્યનો રિકવરી રેટ 98.09 ટકા રહ્યો છે. જ્યારે દેશમાં છેલ્લા એક દિવસમાં 2,158 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,26,9,335 લોકો કોરોનાથી સાજા થયા છે.