AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: દારુના શોખીન માટે શૉકિંગ ન્યૂઝ, ઔરંગાબાદમાં ‘નો વેક્સિન, નો આલ્કોહોલ’નો અપાયો આદેશ

ઔરંગાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ સુનીલ ચૌહાણે તેમના જિલ્લામાં 'રસી નહીં તો દારુ નહીં'નો આદેશ આપ્યો છે. એટલે કે, જે દારૂના શોખીનોએ રસી લીધી નથી, હવેથી તેમને દારૂ નહીં મળે.

Maharashtra: દારુના શોખીન માટે શૉકિંગ ન્યૂઝ, ઔરંગાબાદમાં 'નો વેક્સિન, નો આલ્કોહોલ'નો અપાયો આદેશ
alcohol
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 1:16 PM
Share

દેશભરમાં કોરોના(Corona) સંક્રમણ ઓછુ થાય તે માટે વિવિધ અભિયાનો Campaign) હાથ ધરવામાં આવે છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના ઔરંગાબાદ(Aurangabad)માં પણ સંક્રમણ ન થાય અને રસીકરણ ઝડપી બને તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટે એક આદેશ આપ્યો છે. રસીકરણના અભિયાનને ઝડપી બનાવવા માટે ‘હટ કે’ માર્ગ પસંદ કર્યો છે. જે મુજબ રસી ન લેનાર વ્યક્તિને દારુ (Alcohol) નહીં મળી શકે. ઔરંગાબાદ જિલ્લામાં ‘નો વેક્સિન, નો આલ્કોહોલ’નો આદેશ આપવામાં આવ્યો છે.

રસીનો એક ડોઝ ફરજિયાત

ઔરંગાબાદ જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા દારૂની દુકાનો, વાઇન/બિયરની દુકાનો, દેશી દારૂની દુકાનો, FL3 ધારક દારૂના વેચાણની જગ્યાઓ પર કામ કરતા તમામ કર્મચારીઓનું રસીકરણ ફરજિયાત પણે પૂર્ણ કરવાના આદેશ અપાયા છે. આ કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવા જરુરી છે. આ સિવાય ગ્રાહકો માટે પણ કડક નિયમ બનાવાયા છે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ દારૂ ફક્ત એવા ગ્રાહકોને વેચી શકાય છે જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોય.

રસીકરણ નહીં તો પેટ્રોલ અને ડીઝલ પણ નહીં

માત્ર દારુની દુકાનો જ નહીં હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી, ઢાબા અને અન્ય ફૂડ સર્વિસ પ્રોવાઈડર્સના કર્મચારીઓ માટે પણ રસીકરણ પૂર્ણ કરવાની શરત લાદવામાં આવી છે. આદેશ મુજબ જેમણે રસી નથી લીધી પેટ્રોલ અને ડીઝલ પણ લઈ શકશે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટ સુનીલ ચવ્હાણે દાવો કર્યો છે કે આનાથી રસીકરણના અભિયાનને વેગ મળશે.

મહારાષ્ટ્રમાં રસીકરણની વર્તમાન સ્થિતિ સૌથી ઝડપી રસીકરણના મામલે મહારાષ્ટ્ર દેશમાં બીજા નંબર પર છે. જ્યારે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં લગભગ 15 કરોડ 9 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લગભગ 10.81 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. રોજના સરેરાશ રસીકરણની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા ક્રમે હોવાની માહિતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ હેઠળ હવે રસીકરણ અભિયાનને વધુ તેજ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: 63 વર્ષની ઉંમરે દાદીએ લગાવ્યા ઠુમકા, દિલજીત દોસાંજના આ સોન્ગ પર કર્યો જબરદસ્ત ડાન્સ

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે, સ્ત્રી વગર ઘર ના ચાલે…. 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">