Maharashtra Rain: મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, 76 લોકોના મોત, 838 મકાનો ધરાશાયી, 4,500થી વધારે લોકો તેમના ઘરથી દુર

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને પુર્નવસવાટ વિભાગ દ્વારા પૂરથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે 35 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. વરસાદના કહેરથી અત્યાર સુધીમાં 125 પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, 76 લોકોના મોત, 838 મકાનો ધરાશાયી, 4,500થી વધારે લોકો તેમના ઘરથી દુર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 7:04 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra Rain) છેલ્લા ત્રણ દિવસથી વરસાદે (Monsoon 2022) હાહાકાર મચાવ્યો છે. મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદે છેલ્લા એક દિવસમાં 9 લોકોના જીવ લીધા છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 1 જૂનથી વધુ વરસાદના કારણે 76 લોકોના મોત થયા છે. 838 મકાનો ધરાશાયી થયા છે. 4,916 લોકો તેમના ઘરોથી દૂર ગયા છે. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે, વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ધાબા પર રાત વિતાવવી પડી રહી છે. સમગ્ર રાજ્યમાં NDRFની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને પુર્નવસવાટ વિભાગ દ્વારા પૂરથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે 35 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. વરસાદના કહેરથી અત્યાર સુધીમાં 125 પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ

આ દરમિયાન હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના પૂણે, રાયગઢ, રત્નાગીરી, સતારા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને કોંકણના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉચ્ચ ભરતીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ચાર દિવસ પહેલા મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પાંચ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું હતું. ફરી એકવાર હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિનાશ જોવા મળ્યો છે.

મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભમાં સ્થિતિ ખૂબ જ ખરાબ

મરાઠવાડા અને વિદર્ભના ત્રણ જિલ્લામાં તબાહીનું દ્રશ્ય ભયાનક છે. હિંગોલી, નાંદેડ અને ગઢચિરોલીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કોલ્હાપુરમાં પંચગંગા નદી ખતરાના નિશાન પર પહોંચી ગઈ છે. હાલમાં પંચગંગા નદીમાં પાણીની સપાટી 33 ફૂટે પહોંચી છે.

સીએમ શિંદે એક્શનમાં જોવા મળ્યા, લોકોને સલામત સ્થળે લઈ જવા સૂચના આપી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે વરસાદ અને પૂર સંબંધિત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગઈકાલે તેમની દિલ્હીની મુલાકાત દરમિયાન તેમણે ફોન પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી અને તેમને અસરગ્રસ્ત લોકોની તમામ શક્ય કાળજી લેવા નિર્દેશ આપ્યો. તેમણે તરત જ લોકોને સલામત સ્થળે ખસી જવાનો નિર્દેશ આપ્યો હતો.

જૂન મહિનામાં ચોમાસાએ ધીમી શરૂઆત કરી હતી. જ્યારે હવામાન વિભાગે આ વખતે સારા ચોમાસાની આગાહી કરી હતી. જુલાઈમાં હવામાન વિભાગની આગાહી સાચી પડી. ગત સપ્તાહથી મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભારે વરસાદ શરૂ થયો છે.

Latest News Updates

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
g clip-path="url(#clip0_868_265)">