Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 નવા કેસ, ટાસ્ક ફોર્સની આશંકા, ફેબ્રુઆરીમાં ઝડપથી વધશે સંક્રમણ

|

Dec 21, 2021 | 10:49 PM

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા હવે 65 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 30 પર પહોંચી ગઈ છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અત્યાર સુધીમાં 34 લોકોને રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રના કોરોના ટાસ્ક ફોર્સે આશંકા વ્યક્ત કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં ઓમિક્રોનનું સંક્રમણ વધુ ઝડપથી વધશે.

Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 નવા કેસ, ટાસ્ક ફોર્સની આશંકા, ફેબ્રુઆરીમાં ઝડપથી વધશે સંક્રમણ
File Image

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)માં ઓમિક્રોનના (Omicron) 11 નવા કેસ નોંધાયા છે. આમાંથી 8 લોકો મુંબઈના છે. આ રીતે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 65 થઈ ગઈ છે. મુંબઈમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 30 પર પહોંચી ગઈ છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અત્યાર સુધીમાં 34 લોકોને રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રના કોરોના ટાસ્ક ફોર્સે (The Corona Task Force of Maharashtra) આશંકા વ્યક્ત કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં ઓમિક્રોનનું સંક્રમણ વધુ ઝડપથી વધશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope)એ આ માહિતી આપી છે.

 

ટાસ્ક ફોર્સના અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યામાં અચાનક તીવ્ર વધારો થશે. આવી સ્થિતિમાં ઓમિક્રોનને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે કોરોનાના નિયમોનું કડકપણે પાલન કરવું. આ સમાચાર અમારી સહયોગી ચેનલ TV9 મરાઠી તરફથી આવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

નવા વર્ષની પાર્ટી કરતી વખતે કોરોનાના નિયમોનું પાલન કરો

જો મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે માત્ર ઓમિક્રોન વેરિઅન્ટની જ હશે. પરંતુ તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. રાજેશ ટોપે કહે છે કે ‘આ એટલા માટે છે કારણ કે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી જોવા મળી છે. પરંતુ જોખમોને હળવાશથી લેવું પણ યોગ્ય નથી. આવી સ્થિતિમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સમયે કોરોનાના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.’

 

 

દેશમાં ઓમિક્રોનનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના 12 રાજ્યોમાં ઓમિક્રોનના 200 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. ઓમિક્રોનના મોટાભાગના કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે એન્ટી-કોરોના વાઈરસ રસીના બંને ડોઝ લીધા પછી પણ ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત લોકોમાંથી 81 ટકા લોકો એવા છે જેમણે રસીના બંને ડોઝ લીધા છે. આવા લોકોને બ્રેક થ્રુ ઈન્ફેક્શન કેસ કહેવામાં આવે છે.

 

 

એટલું જ નહીં, ઓમિક્રોનથી સંક્રમિત કેટલાક લોકો એવા છે જેમણે ફાઈઝર વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ પણ લીધો છે. ઓમિક્રોનનું સંક્રમણ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. પરંતુ રાહતની વાત એ છે કે ઓમિક્રોન સંક્રમિત 77થી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

 

આ પણ વાંચો :  Maharashtra school admission: નર્સરીમાંથી ધોરણ 1 માં એડમીશન માટે વય મર્યાદા મળી છુટ, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય

 

Next Article