AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લખીમપુર ખીરી હિંસા મામલો ફરી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અજય મિશ્રા ટેની અને DyCM કેશવ પ્રસાદ મોર્યાની વિરૂદ્ધ FIR દાખલ કરવાની માંગ

અરજીમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અને નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યાની વિરૂદ્ધ IPCની કલમ 302, 34, 149 હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

લખીમપુર ખીરી હિંસા મામલો ફરી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અજય મિશ્રા ટેની અને DyCM કેશવ પ્રસાદ મોર્યાની વિરૂદ્ધ FIR દાખલ કરવાની માંગ
Lakhimpur Kheri Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:07 PM
Share

લખીમપુર ખેરી હિંસા (Lakhimpur Kheri Case) કેસ એક વખત ફરી સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પહોંચી ગયો છે. એક જાહેર હિતની અરજી દાખલ કરી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની (Ajay Mishra Teni) અને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌયા (DyCM Keshav Prasad Maurya)ની વિરૂદ્ધ FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અને નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યાની વિરૂદ્ધ IPCની કલમ 302, 34, 149 હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે અજય મિશ્રા ટેનીએ લખીમપુર ખેરી ઘટનાના 4 દિવસ પહેલા જ ખેડૂતોને ધમકી આપી દીધી હતી. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું કે લખીમપુર ખેરીની ઘટના એક નક્કી કરેલા કાવતરા હેઠળ કરવામાં આવી હતી.

3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીના ટિકુનિયા ખાતે ચાર ખેડૂતોને એક SUV કાર દ્વારા કથિત રીતે કચડી નાખવામાં આવ્યા હતા. જ્યારે તે એક કાર્યક્રમમાં કૃષિ કાયદાઓની વિરૂદ્ધ પ્રદર્શન કરી પરત ફરી રહ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન કેશવ મોર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની હાજર હતા. ખેડૂતોનો આરોપ છે કે એસયુવી અજય મિશ્રા ટેનીની હતી અને તેમાં તેમનો પુત્ર આશિષ મિશ્રા હતો, આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી અને હવે કેન્દ્રીય મંત્રીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે તે પણ આ કેસમાં આરોપી છે.

વિપક્ષનો વિરોધ ચાલુ

અજય મિશ્રા ટેનીને સસ્પેન્ડ કરવાની માંગને લઈ વિપક્ષે મંગળવારે ફરી માર્ચ કાઢી. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને ખેડૂતોની માફી માંગી લીધી છે પણ પોતાના મંત્રીને હટાવી રહ્યા નથી, ત્યારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે રાહુલ અને પ્રિયંકાનો આભાર. જો આ બંનેએ આ મુદ્દો ના ઉઠાવ્યો હતો તો તે રાત્રે જ તેને દબાવી દેવામાં આવતો. ત્યારે રાહુલ ગાંધીએ અજય મિશ્રાને નિશાના પર લેતા કહ્યું કે અમે તેમને નહીં છોડીએ, આજ નહીં તો કાલે તેમને જેલમાં મોકલવામાં આવશે.

જણાવી દઈએ કે લખીમપુર કાંડમાં SITનો રિપોર્ટ આવ્યા બાદ અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મુશકેલીઓ વધી ગઈ છે. હવે મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત તમામ 13 આરોપીઓના કેસમાં 307,326, 302, 120B જેવી કલમો જોડાઈ ગઈ છે. ત્યારે વિપક્ષની દલીલ છે કે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની પદનો દુરઉપયોગ કરી પુત્રને બચાવવાનો પ્રયત્ન કરી શકે છે. વિપક્ષનો એ પણ આરોપ છે કે પદનો દુરઉપયોગ કરી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી તપાસને પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચો: GANDHINAGAR : પેપરલીક મામલે કોંગ્રેસ ધારાસભ્યો CMને મળ્યા, અસિત વોરાના રાજીનામાની માંગ કરી

આ પણ વાંચો: Surat : વરાછામાં શાકભાજીની ખરીદી મહિલાને 72 હજારમાં પડી, અજાણી મહિલા નજર ચૂકવી સોનાના પેન્ડલ સાથેની ચેઈન ચોરી રફુચક્કર

g clip-path="url(#clip0_868_265)">