Maharashtra Breaking News : મુંબઈના ઘાટકોપરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન ! પર્વતનો ભાગ તૂટી પડતાં 2નાં મોત, કાટમાળ નીચે ફસાયા અનેક લોકો
ઘાટકોપરના અશોક નગર વિસ્તારમાં ભૂસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. સાકીનાકા ગૌસિયા ચાલ વિસ્તારમાં રાતોરાત પડેલા વરસાદને કારણે પર્વતનો એક ભાગ ધરાશાયી થયો છે. 5થી 6 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે તો 2 લોકોનું મોત થયું છે.

મુંબઈના ઘાટકોપરના સાકીનાકા ગૌસિયા ચાલ વિસ્તારમાં રાતોરાત પડેલા વરસાદને કારણે પર્વતનો એક ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનામાં 2થી 3 ઘરો પર ભૂસ્ખલન થયું છે. સૂત્રો અનુસાર, 5થી 6 લોકો કાટમાળ નીચે ફસાયા છે. આખી રાત પડી રહેલા વરસાદને કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડ અને NDRF ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
બે થી ત્રણ ઘરો પર થયું ભૂસ્ખલન
સ્થાનિક રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પર્વતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો અને તેમાંથી માટી અને પથ્થરો બે-ત્રણ ઘરો પર પડ્યા. આ કારણે, કેટલાક લોકો ઘરોમાં ફસાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ પાંચથી છ લોકો ફસાયેલા હોવાનું અનુમાન છે. ફાયર અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વિસ્તારમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ છે અને વહીવટીતંત્રે વિસ્તારને સુરક્ષિત બનાવવા માટે પગલાં શરૂ કરી દીધા છે.
સવારે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ બની ઘટના
ઘાટકોપર અને સાકીનાકા વચ્ચે સ્થિત અશોક નગરમાં મોટો ભૂસ્ખલન થયો છે. અહીં ગૌસિયા ચાલી પર પર્વતનો એક ભાગ તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં પાંચથી છ લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. નાગરિકોએ માહિતી આપી છે કે આ ઘટના સવારે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર અને NDRFની ટીમો અને ઘાટકોપર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં, સંબંધિત વિભાગ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.
#WATCH | Maharashtra: DCP Ganesh Shinde says, “Due to the rain, a landslide has occurred in the Ashoknagar area under the jurisdiction of the Ghatkopar police. Two bodies have been recovered so far, and rescue operation is underway. Police personnel are deployed here, along with… https://t.co/K5WzS9hNw5 pic.twitter.com/34bfQwz5VP
— ANI (@ANI) August 12, 2026
ઘટના અંગે માહિતી આપતાં ડીસીપી ગણેશ શિંદેએ જણાવ્યું હતું કે, “વરસાદને કારણે ઘાટકોપર પોલીસ સ્ટેશન હદ હેઠળના અશોકનગર વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે. પોલીસ કર્મચારીઓ, બીએમસી, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ સહિતની તમામ જરૂરી ટીમો બચાવ કામગીરી માટે અહીં તૈનાત કરવામાં આવી છે. આ ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. લગભગ 4થી 5 લોકો ફસાયા હોવાની શક્યતા છે.”
