AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Braking News : ભેળસેળયુક્ત પનીર વેચનારાઓ સામે સખત કાર્યવાહી !

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર તુકારામ મુંડેએ મહારાષ્ટ્ર રાજ્યના ડેરી ઉત્પાદકોની તાત્કાલિક બેઠક બોલાવી. આ મીટિંગમાં તેમણે ઉત્પાદકોને સીધી ચેતવણી આપી છે.

Maharashtra Braking News : ભેળસેળયુક્ત પનીર વેચનારાઓ સામે સખત કાર્યવાહી !
Maharashtra Tukaram Mundhe Action Against Selling Adulterated Dairy ProductsImage Credit source: iStock
| Updated on: Jun 13, 2026 | 11:36 AM
Share

મહારાષ્ટ્ર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તુકારામ મુંડેએ કાર્યવાહીમાં મોટો આકરો હાથ ધર્યો છે. હોટલોમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો જેમ કે પનીર, લસ્સી જેવા ડેરી ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તુકારામ મુંડેની કાર્યવાહી બાદ શુદ્ધ પનીરની માંગમાં 20 ટકાનો વધારો થયો છે. ભેળસેળયુક્ત પનીર અને ચીઝનો નાશ કરતો તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વધારાના નફા માટે ભેળસેળ પનીરનો ઉપયોગ

હોટેલ માલિકો વધારાના નફા માટે ભેળસેળ અથવા હલકી ગુણવત્તાવાળા પનીરનો ઉપયોગ કરી રહ્યા હતા. આ પનીરને એનાલોગ પનીર તરીખે ઓળખવામાં આવે છે. એનાલોગ એ દૂધમાંથી બનેલું અસલી પનીર નથી પરંતુ પામ તેલ, સ્ટાર્ચ અને પાવડરનો ઉપયોગ કરીને બનાવેલું સસ્તું અને કૃત્રિમ પનીર છે. સ્વાસ્થ્ય અને ગુણવત્તાની દ્રષ્ટિએ અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચે મોટો તફાવત છે. રાજ્યના હોટેલોમાં પનીર કે એનાલોગ પનીર ઉપયોગમાં લેવાય છે તે અંગે સ્પષ્ટ બોર્ડ લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

તુકારામ મુંડેએ શું કહ્યું?

દૂધ અને પનીર એસોસિએશન સાથે યોજાયેલી બેઠકમાં, તુકારામ મુંડેએ કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મહારાષ્ટ્રમાં ભેળસેળયુક્ત પનીર વેચાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. મુંડેએ એ પણ સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્રમાં હવે ખોટું લેબલિંગ કામ કરશે નહીં.

એનાલોગ પનીર ખાવાથી શું થાય છે?

નિષ્ણાતોના મતે, એનાલોગ પનીરમાં પામ તેલ, સ્ટાર્ચ, કલરિંગ ઇન્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આમાં વધારાની ચરબી હોય છે તેથી બેડ કોલેસ્ટ્રોલ, ઉલટી અને પેટના વિકારો વધવાનું જોખમ વધી શકે છે. તેથી એનાલોગ પનીર અને ચીઝ ટાળવાની સલાહ આપવામાં આવે છે.

ગંભીર સ્વાસ્થ્ય અસરોની શક્યતા

નિષ્ણાતોના મતે, ગુણવત્તાયુક્ત પનીર બનાવવા માટે મોટી માત્રામાં શુદ્ધ દૂધની જરૂર પડે છે. પરંતુ કેટલાક ભેળસેળખોરો કૃત્રિમ ઘટકો, પામ તેલ, સ્ટાર્ચ, સિન્થેટિક રસાયણો અને અન્ય લો ક્વોલિટી ગુણવત્તાવાળા પદાર્થોનો ઉપયોગ કરીને નકલી પનીર જેવા ઉત્પાદનો તૈયાર કરે છે. આવા ભેળસેળયુક્ત પનીરનું સેવન કરવાથી પાચનતંત્રના રોગો, ફૂડ પોઇઝનિંગ, લિવર પર અસર, કિડનીને નુકસાન અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો, WFH Tips : વર્ક ફ્રોમ હોમ માટે પરફેક્ટ હોમ ઓફિસ કેવી રીતે બનાવશો ? જાણો 6 સરળ ઉપાયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">