AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર: BMC બજેટમાં વધારાની જોગવાઈઓને પગલે BJP કાઉન્સિલર આકરા પાણીએ, ઉઠાવ્યા આ સવાલો

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર પ્રભાકર શિંદેએ BMC બજેટમાં વધારાની જોગવાઈનો વિરોધ કર્યો છે. આ અંગે તેમણે BMC કમિશનરને પત્ર લખીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્ર: BMC બજેટમાં વધારાની જોગવાઈઓને પગલે BJP કાઉન્સિલર આકરા પાણીએ, ઉઠાવ્યા આ સવાલો
BJP leader prabhakar shinde (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 7:34 PM
Share

BMC Budget : મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી (Bombay Municipal Corporation) આગળ ધપાવવામાં આવી છે.આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર પ્રભાકર શિંદેએ (Prabhakar Shinde) BMC કમિશનરને BMC બજેટમાં કરવામાં આવેલી વધારાની જોગવાઈનો વિરોધ કરીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે,વર્ષ 2022-23 માટે BMCનું બજેટ (BMC Budget 2022) 3 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યુ હતુ.પરંતુ BMCની મુદત 7મી માર્ચે પૂરી થઈ રહી છે અને ચૂંટણી યોજાવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં પ્રભાકરે બજેટમાં વધારાની જોગવાઈ કરવાનો વિરોધ કર્યો છે.

બજેટમાં વધારાની જોગવાઈની શું જરૂર છે ?

શિંદે તમે પત્રમાં લખ્યું છે કે, BMCની વર્તમાન સંસ્થાનો કાર્યકાળ 7મી માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. હજુ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. વોર્ડ પુનઃરચનાનું આખરી નોટિફિકેશન પણ બહાર આવ્યું નથી, તો બજેટમાં વધારાની જોગવાઈની શું જરૂર છે ? શિંદેએ તેમના પત્રમાં ઘણા પ્રશ્નો કરીને શિવસેનાને આડેહાથ લીધી છે, જેમ કે આ વધારાની જોગવાઈ સાથે કઈ મહત્વની અને તાકીદની બાબતો કરવી જોઈએ ? અને કોણે તેની ભલામણ કરી ?

આવા કૃત્યો કોઈને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે : શિંદે

શિંદેએ વધુમાં લખ્યું છે કે, જો કોઈ કમિટીની સામે રાખ્યા વિના કામ પસાર થઈ રહ્યું હોય તો તે મુંબઈકરોના પૈસાની લૂંટ છે જે ટેક્સ ભરે છે તેના પૈસાનો ખોટો વ્યય થઈ રહ્યો છે. સાથે શિંદેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આવા કૃત્યો કોઈને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને વિનંતી કરી છે કે બજેટ વધારાની જોગવાઈમાં મળેલા નાણાં BMC ચૂંટણી પછી જ ખર્ચવામાં આવે.

આ પહેલા રાજ્ય ચૂંટણી પંચે સંભાવના વ્યક્ત કરી હતી કે રાજ્યમાં કોવિડની કટોકટી બાદ મુંબઈ નગરપાલિકાના સભ્યોની સંખ્યામાં વધારો,તે બાદ વોર્ડના પુનર્ગઠનને કારણે સમયસર ચૂંટણી થાય તેવી સંભાવના નથી, જેથી આવા સમયે પ્રશાસકની નિમણુક કરવાની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો: Maharashtra: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત પર મહિલા આયોગે કરી કાર્યવાહી! પોલીસ પાસેથી 48 કલાકમાં માંગ્યો જવાબ

Follow Us
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
g clip-path="url(#clip0_868_265)">