Maharashtra: BMCના ખર્ચનું કરવામાં આવે સ્પેશીયલ CAG ઓડિટ, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી માગ

બીજેપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે BMCને 'કૌભાંડીઓનો અડ્ડો' ગણાવીને શિવસેના પર નિશાન સાધ્યું છે.

Maharashtra: BMCના ખર્ચનું કરવામાં આવે સ્પેશીયલ CAG ઓડિટ, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી માગ
Devendra Fadnavis (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 10:08 PM

મહારાષ્ટ્ર વિધાનસભામાં  (Maharashtra Assembly) વિપક્ષના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર નિશાન સાધતા BMCને “કૌભાંડીઓનો અડ્ડો” ગણાવ્યું હતું. ફડણવીસે શિવસેનાના કાળા કારનામાનો પર્દાફાશ કરવા માટે તેમના સાથી ભાજપના કાઉન્સિલર અને BMC જૂથના નેતા પ્રભાકર શિંદેની પણ પ્રશંસા કરી હતી. ફડણવીસે બીએમસી (BMC) ના ખર્ચના વિશેષ CAG ઓડિટની પણ માગ કરી છે. ફડણવીસે કહ્યું કે BMCમાં જે રીતે કૌભાંડો અને લૂંટ ચાલી રહી છે, તે રાજ્યમાં ભાગ્યે જ ક્યાંય બન્યું છે. છેલ્લા દોઢ વર્ષથી હું BMCની ગતિવિધિઓને નજીકથી જોઈ રહ્યો છું, ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે અને તે પણ કોઈ શરમ રાખ્યા વગર. કોવિડનું કારણ દર્શાવીને જાણી જોઈને સ્થાયી સમિતિની બેઠક ઓનલાઈન બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના કાઉન્સિલરોને બોલવાની તક આપવામાં આવી ન હતી.

કોવિડ સમયગાળા દરમિયાન લેવામાં આવેલા BMCના નિર્ણયો પર પ્રશ્નો ઉભા થયા

ફડણવીસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમનું કામ માત્ર અને માત્ર મનસ્વી રીતે કામ કરવાનું છે. બીએમસીમાં સત્તારૂઢ શિવસેના તેના પર સાથે બેસીને કોઈપણ પ્રકારની ચર્ચા કે વિચાર વિમર્શ કરવા નથી ઈચ્છતી. કોઈપણ પ્રોજેક્ટ પાસ કરતા પહેલા અનેક સવાલોના જવાબ મેળવવા જરૂરી છે પરંતુ તેઓ માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે ઈજારાશાહી ચલાવીને પોતાના નિર્ધારિત ધ્યેયો પૂરા કરી રહ્યા છે. કોવિડ સમયગાળા દરમિયાન લેવામાં આવેલા BMCના નિર્ણયો પર આજે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેનું કારણ માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર છે.

BMCના ખર્ચનું વિશેષ ‘CAG ઓડિટ’ થવું જોઈએ

મુંબઈમાં પાર્ટીના કાર્યક્રમમાં બોલતા ફડણવીસે રસ્તા બનાવવાના કૌભાંડો પર હાજર કાર્યકરોનું ધ્યાન પણ દોર્યું હતું. ફડણવીસના જણાવ્યા અનુસાર, BMCએ સિમેન્ટના ઘણા રસ્તાઓ તોડીને ડામર બનાવવાનો આદેશ આપ્યો હતો. બીએમસીએ ઘણી જગ્યાએ સારા ડામર રસ્તાઓને તોડીને નવો રોડ બનાવવાનો આદેશ પણ આપ્યો છે. આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? તેથી જ મારી માગ છે કે BMCના ખર્ચનું વિશેષ ‘CAG ઓડિટ’ થવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો :  Maharashtra: દેશભરમાં રસ્તાઓ બનાવનાર પરિવહન મંત્રી નીતિન ગડકરીનું દર્દ, પોતાના ઘરની સામે બે કિલોમીટરનો રસ્તો નથી બનાવી શક્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">