હિંસાના વિરોધમાં હિંસા ! થાણેમાં ડેપ્યુટી મેયરના પતિએ રિક્ષાચાલકને માર માર્યો, કાર્યકરોએ બંધને બનાવ્યુ હિંસક

મહારાષ્ટ્ર બંધ હિંસક થતુ જોવા મળી રહ્યુ છે. થાણેના એક ઓટો રિક્ષા ચાલકને ડેપ્યુટી મેયરના પતિ પવન કદમે માર માર્યો હતો. ત્યારે હાલ રાજ્યમાં હિંસાના વિરોધમાં હિંસા જોવા મળી રહી છે.

હિંસાના વિરોધમાં હિંસા ! થાણેમાં ડેપ્યુટી મેયરના પતિએ રિક્ષાચાલકને માર માર્યો, કાર્યકરોએ બંધને બનાવ્યુ હિંસક

Maharashtra Bandh: મહા વિકાસ અઘાડી સરકારે લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં 11 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર બંધ (Maharashtra Bandh)નું એલાન જાહેર કર્યુ છે. આ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે.

 

ત્યારે હાલ આ બંધ હિંસક વળાંક લેતુ જોવા મળી રહ્યું છે. થાણેના એક ઓટો રિક્ષા ચાલકને (Auto Driver) માર મારતો વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓટો રિક્ષા ચાલકને ડેપ્યુટી મેયરના (Thane Deputy Mayor) પતિ પવન કદમે માર માર્યો હતો. બંધ હોવા છતાં રિક્ષાચાલક રસ્તા પર જોવા મળતા તેને આ રીતે માર મારવામાં આવ્યો હતો.

 

મુંબઈ અને સોલાપુરમાં ટાયરો સળગાવામાં આવ્યા

મુંબઈમાં વિક્રોલી પાસે પૂર્વીય એક્સપ્રેસ વે પર શિવ સૈનિકોએ(Shiv Sena) ટાયરો સળગાવ્યા હતા, ત્યારે સોલાપુરમાં પણ કાર્યકરોએ ટાયરો સળગાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. બીજી તરફ કોલ્હાપુરમાં પણ શિવ સૈનિકોએ હાઈવે પર બળજબરીથી વાહનો રોકવાના પ્રયત્નો કર્યા હતા. ઉપરાંત લોકોને અવરજવર કરતા પણ રોકવામાં આવ્યા હતા. ચંદ્રપુરમાં પણ મહાવિકાસ અઘાડી કાર્યકરોએ દુકાનો બંધ કરવા હિંસા તરફ વળ્યા હતા. ત્યારે આ બંધ હાલ હિંસક બનતુ જોવા મળી રહ્યુ છે.

 

બંધને સફળ બનાવવા સરકાર હિંસા પર ઉતરી આવી

આજે સવારથી એક પછી એક હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. વહેલી સવારે મુંબઈની બેસ્ટની આઠ બસોમાં તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં બેસ્ટ બસના ડ્રાઇવરોએ (BEST Bus Driver) સુરક્ષાની માંગ કરી હતી.

 

બીજી તરફ ભાજપ રાજ્ય સરકાર પર આરોપ લગાવી રહી છે કે બંધને સફળ બનાવવા બળજબરી કરવામાં આવી રહી છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે મહા વિકાસ અઘાડી સરકાર બંધ પાળીને ઢોંગ કરી રહી છે, મરાઠાવાડાના ખેડૂતો પ્રત્યે સરકારને કેમ કોઈ સહાનુભુતિ નથી?

 

બંધ માટે બળજબરી કરવામાં આવી રહી છે: દેવેન્દ્ર ફડણવીસ

ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્ર બંધને (Maharashtra Bandh) સફળ બનાવવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે મહાવિકાસ અઘાડીના નેતાઓ બળજબરીથી બંધ માટે દબાણ કરી રહ્યા છે.

 

આ રાજ્ય આતંકવાદ છે. બંધને સામાન્ય જનતાનો ટેકો નથી. હાઈકોર્ટે (High Court) આવા બંધ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ હાઈકોર્ટનું અપમાન છે. અમે હાઈકોર્ટને અપીલ કરીએ છીએ કે આ બાબત પર કાર્યવાહી કરવામાં આવે.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર બંધને દેવેન્દ્ર ફડનવીસે ગણાવ્યો ઢોંગ, કહ્યુ ” રાજ્યના ખેડુતો માટે આવી સહાનુભૂતિ કેમ નહિ ? “

 

આ પણ વાંચો :  બંધના એલાનની મુંબઈમાં પણ અસર, પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની પડી ફરજ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati