મહારાષ્ટ્ર બંધને દેવેન્દ્ર ફડનવીસે ગણાવ્યો ઢોંગ, કહ્યુ ” રાજ્યના ખેડુતો માટે આવી સહાનુભૂતિ કેમ નહિ ? “

દેવેન્દ્ર ફડણવીસે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં આવ્યા બાદ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 2 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તાજેતરમાં વરસાદ અને પૂરને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો મરાઠવાડાના ખેડૂતો માટે સહનાભુતિ કેમ નહિ ? "

મહારાષ્ટ્ર બંધને દેવેન્દ્ર ફડનવીસે ગણાવ્યો ઢોંગ, કહ્યુ  રાજ્યના ખેડુતો માટે આવી સહાનુભૂતિ કેમ નહિ ?
Devendra Fadnavis (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 4:00 PM

Maharashtra Bandh : ઉતરપ્રદેશના લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં મહા વિકાસ અઘાડી સરકારે આજે ​​રાજ્ય બંધનું એલાન આપ્યું છે. ત્યારે વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (Shiv Sena)પર આકરા પ્રહાર કરીને આ બંધને ઢોંગ ગણાવ્યો છે.

દેવેન્દ્ર ફડનવીસે મહા વિકાસ અઘાડી સરકાર પર આકરા પ્રહાર કર્યા

એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મહા વિકાસ અઘાડી સરકાર સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 2 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તાજેતરમાં રાજ્યમાં વરસાદ અને પૂરને (Rain And Flood) કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તેમને કોઈ મદદ કરવામાં આવી નથી. મરાઠવાડાના ખેડૂતોના આંસુ લૂછવાનો તેમની પાસે સમય નથી. વધુમાં કહ્યુ કે, જો ખેડૂતો તરફ સહાનુભૂતિ છે તો પછી મહાવિકાસ અઘાડી સરકારે મરાઠાવાડાના ખેડૂતો માટે પેકેજની જાહેરાત કેમ નથી કરી ?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

માવલમાં ખેડૂતોની હત્યા કરવામાં આવી ત્યારે જલિયાંવાલા બાગ યાદ નહોતું ?

NCP પ્રમુખ શરદ પવારે લખીમપુર ખેરી હિંસાની સરખામણી જલિયાવાલા બાગ સાથે કરી હતી. જેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ” જે ખેડૂતોએ માવલનું પાણી માંગ્યું હતું તેમને ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. તે જલિયાંવાલા બાગ જેવી પરિસ્થિતિ નહોતી ? ચાર દિવસ પહેલા, જ્યારે રાજસ્થાનમાં (Rajasthan) ખેડૂતો વિરોધ કરે છે અને તે આંદોલનમાં ઉતરેલા ખેડુતોને લાકડીઓથી કચડી નાખવામાં આવે છે, ત્યારે આ મહાવિકાસ અઘાડી સરકારના લોકો કંઈ બોલતા નથી. અમે માનીએ છીએ કે લખીમપુર ઘટના દુ: ખદ છે. ત્યાંની સરકાર આ માટે કાર્યવાહી કરી રહી છે. પરંતુ મહાવિકાસ અઘાડી તેમના માટે આંસુ વહાવવાનો દેખાવો કરી રહી છે.

બંધ માટે બળજબરી કરવામાં આવી રહી છે : દેવેન્દ્ર ફડણવીસ

ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્ર બંધને (Maharashtra Bandh) સફળ બનાવવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, મહાવિકાસ અઘાડીના નેતાઓ બળજબરીથી બંધ માટે દબાણ કરી રહ્યા છે. આ રાજ્ય આતંકવાદ છે. બંધને સામાન્ય જનતાનો ટેકો નથી. હાઇકોર્ટે (High Court) આવા બંધ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ હાઇકોર્ટનું અપમાન છે. અમે હાઇકોર્ટને અપીલ કરીએ છીએ કે આ બાબતનું ધ્યાન રાખો.

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જે સરકાર કાયદો અને વ્યવસ્થા ચલાવવા માટે જવાબદાર હોય, તે જ સરકાર સાથે જોડાયેલા લોકો કેબિનેટની બેઠકમાં બંધનો નિર્ણય લઈ રહી છે. મહારાષ્ટ્રમાં બંધારણને ફૂંકી મારવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Aryan Drugs Case : શાહરૂખના લાડલાને કોઈ રાહત નહિ, આર્યનની જામીન અરજી અંગે બુધવારે થશે સુનાવણી

આ પણ વાંચો : બંધના એલાનની મુંબઈમાં પણ અસર, પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની પડી ફરજ

g clip-path="url(#clip0_868_265)">